વિસાવદર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ પ્રશ્ને મામલતદારને આવેદન

26 May 2020 01:21 PM
Junagadh Saurashtra
  • વિસાવદર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ પ્રશ્ને મામલતદારને આવેદન

ગરીબ-મધ્યમ વર્ગને પડતી હાલાકી દૂર કરવા રજૂઆતો

વિસાવદર,તા. 26
વિસાવદર તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા વિવિધ મુદાઓની માંગણી સાથે ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ વાડોદરીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ નયનભાઈ જોશી (એડવોકેટ) જિલ્લા પંચાયતનાં સદસ્ય વિપુલભાઈ પોકીયા, સુભાષભાઈ વગેરે દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ હતું.
છેલ્લા ત્રણ મહિનાથી સમગ્ર વિશ્ર્વમાં કોવિડ-19ની મહામારીનો પ્રકોપ ફેલાયો છે. ભારતમાં અને વિશેષ ગુજરાતમાં પણ આ મહામારી વ્યાપક બની છે. મહામારીને પગલે સરકાર દ્વારા છેલ્લા 55 દિવસથી લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. સમગ્ર ધંધા-ઉદ્યોગ સંપૂર્ણપણે બંધ છે. ગરીબ અને મધ્યમવર્ગ માટે આજીવિકા બંધ થઇ ગઇ હોવાને કારણે આટલો લાંબો સમય નિર્વાહ કરવાનું કપરું બન્યું છે. પ્રજાજનો પાસે જેં કાંઇ પણ આછીપાતળી બચત થતી તે પણ સંપૂર્ણપણે ખર્ચાઈ ગઇ છે. આ સંજોગોમાં ગરીબ-મધ્યમવર્ગનાં સામાન્ય પ્રજાજનોને શક્ય તમામ રીતે અને મહત્તમ સહાય કરવી તે આપણા સૌની ફરજ છે. વિશેષ સરકાર અને વહીવટી તંત્રની તો બંધારણીય ફરજ પણ છે. હંમેશા પ્રજાજનોને પડખે રહેવાની અને પ્રજાજનોની સહાય થવાની પ્રજાના પ્રશ્ર્નોને વાચા આપવાની અને યોગ્ય રજૂઆત કરવાની કોંગ્રેસ પક્ષની નીતિ રહી છે. આ સંદર્ભમાં ગુજરાત રાજ્ય સરકાર જરુરી ગરીબ-મધ્યમ વર્ગને મદદરુપ થાય રોજગારી અપાવે તેવી માંગણી ઉઠાવી છે.


Related News

Loading...
Advertisement