વિસાવદરમાં બીડી-તમાકુની અછત વચ્ચે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમવા લાગી

26 May 2020 01:19 PM
Junagadh
  • વિસાવદરમાં બીડી-તમાકુની અછત વચ્ચે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમવા લાગી

બુટલેગરો બેખોફ : પોલીસ કોરોના કામગીરીમાં વ્યસ્ત

વિસાવદર, તા. ર6
વિસાવદર શહેર તેમજ તાલુકા માં મોટા પ્રમાણમાં દેશી દારૂ ની ભઠીઓ ધમધમી રહી છે જયારે આખાદ્ય ગોળ.દારૂ બનાવવા માટે વાપરવાં આવતી ઇસ્ટ અને ઝેરી કેમિકલ્સ પણ ખુલ્લે આમ વેચાય રહિયું છે પોલીસ ની પરવા કર્યા વગર દારૂ ની ડિલિવરી પણ કરવમાં આવી રહી છે જયારે દેશી દારૂ ની ભઠીઓ વિસાવદર ના કાબરા વિસ્તાર અને કાલસારી ગામ મૂડીયા રાવણી ગામ જાને મીની દિવ હોય ત્યાં દેશી દારૂ ની મીની ફેક્ટરી ઓ ખુલી ગઈ છે પોલીસ ને કોરોના ની કામગીરી માં વધુ સમય ફાળવી દેવામાં આવેલ હોય એનો લાભ આવા દેશી દારૂ ના બુટલેગરો ઉઠાવી રહ્યાની ચર્ચા જાગી છે.
જયારે તમાકુ,બીડી ના વ્યસની ઓ ને તમાકુ બીડી ના મળવા ને કારણે તેઓ પણ આવા દેશી દારૂ ના વ્યસન માં જોતરાઈ રહિયા છે. વિસાવદર પોલીસ દ્વારા દેશી દારૂ ની ફેક્ટરી પર રેડ પાડવામાં આવે અને તેનો નાશ કરવાં આવે એ જજુરી છે વિસાવદર ના કાબરા વિસ્તારમાં ઘરે ઘરે દેશી દારૂ બની રહ્યાં નું પણ ચર્ચાય રહ્યું છે. શહેરમાં ચાલતી બેકરીઓ માં આ દેશી દારૂ બનાવવામાં વપરાતી ઇસ્ટ નું વેંચાણ કરવાં આવી રહ્યા નું પણ લોકો માં ચર્ચાય રહ્યું છે તેની સામે પણ કાર્યવાહી કરવાં આવે તો આ દેશી દારૂ ની દુષણ ઓછું થઈ શકે તેવી આમ જનતામાં લકો ચર્ચા જાગી છે.


Loading...
Advertisement