વંથલી પાસે કેમીકલ ભરેલો ટ્રક ભડભડ સળગ્યો

26 May 2020 01:18 PM
Junagadh
  • વંથલી પાસે કેમીકલ ભરેલો ટ્રક ભડભડ સળગ્યો
  • વંથલી પાસે કેમીકલ ભરેલો ટ્રક ભડભડ સળગ્યો

જૂનાગઢ,તા. 26
વંથલી નજીકનાં બોખરડા ફાટક પાસે ગઇકાલે બપોરના સમયે ભારે ગરમીથી ઓવર હીટીંગ થતા શોર્ટ સર્કિટનાં કારણે કેમીકલ ભરેલા ટ્રકમાં આગ ઉઠી નીકળી જે થોડીવારમાં ટ્રક ખાખ થઇ જવા પામ્યો હતો. આ અંગેની મળતી વિગત મુજબ સુત્રાપાડાથી જીજે 18 એ એક્સ 9331 નંબરનો ટ્રક સોડીયમ કાર્બાઈડ નામનું કેમીકલ ભરીને અમદાવાદ જઇ રહેલું વંથલીના ફાટક પાસે પહોંચેલ ત્યારે ભારે ગરમીના લીધે એન્જીનમાં ઓવરહીટીંગ થઇ જતા શોર્ટ સર્કીટ થતાં કેબીનમાં આગ લાગી હતી. સમયસૂચકતા વાપરી ડ્રાઈવરે ટ્રક સાઈડમાં લઇ ઠેકડો મારી પોતાની જાન બચાવી લીધી હતી. થોડીવારમાં આગે વિકરાળ સ્વરુપ ધારણ લઇ લેતાં ડીઝલની ટાંકી ફાટી જતાં નેશનલ હાઇવે પર લાઈન લાગી જવા પામી હતી. ટ્રકને કેમીકલ બળીને ખાખ થઇ જવા પામેલ છે.
જૂનાગઢ ફાયરને જાણ કરતા ફાયર ચલાવી આગ કાબુમાં લીધી હતી પરંતુ આગે તેનું કામ તમામ કરી લીધુંં હતું.ટ્રકમાં સુત્રાપાડાથી સોડીયમ કાર્બાઈટ ભરીને અમદાવાદવાળા ખાતે જીઆઈડીસીમાં પહોંચાડવાનો હતો. વંથલી પોલીસે તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement