તળાજાના કામરોળની સીમમાંથી વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

26 May 2020 12:48 PM
Junagadh Saurashtra
  • તળાજાના કામરોળની સીમમાંથી વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

(વિપુલ હિરાણી)
ભાવનગર, તા. ર6
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો તળાજા ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા.તેદરમિયાન પેટ્રોલિંગ ફરતા ફરતા મોટી કામરોળ ગામે આવતા બાતમીરાહે હકીકત મળેલ કે મોટી કામરોળ ગામે રહેતા સિધ્ધરાજસિંહ દિલીપસિંહ સરવૈયા તથા તેની સાથે ડ્રાઇવર તરીકે કામ કરતા નવી શોભાવડ ગામના કિશોરભાઇ ઉર્ફે મુનો ભુપતભાઇ મકવાણા બંન્નેએ ભેગા મળી મારૂતિ સિયાઝ ગાડીમા ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવી તે દારૂ સિધ્ધરાજસિંહ દિલીપસિંહ સરવૈયાના રહેણાંકી મકાનના ફળીયાના ભાગે મારૂતિ સુઝુકી સિયાઝ ફોર વ્હીલ ગાડીમા રાખેલ છે. જે હકીકત આઘારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા બે ઇસમો હાજર મળી આવતા તેને પકડી લઇ તેના કબ્જાની મારૂતિ સુઝુકી સિયાઝ રજી.નંબર જીજે 38 બીએ3033 માં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-180 કિ. રૂ.54,000/- તથા દારૂના હેરાફેરીના ઉપયોગમા લીધેલ મારૂતિ સુઝુકી સિયાઝ કિ.રૂ.4,00,000/- ગણી.કુલ કિ.રૂ. 4,54,000/-નો મુદામલ સાથે મળી આવતા પંચનામાની વિગતે કબ્જે કરવામા આવેલ અને બંન્ને ઇસમો વિરૂદ્ધમાં તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહી કલમ-65(એ)(ઇ), 116(બી), 98(2), 81 મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
લીલીવાવની યુવતી ગુમથયાની ફરિયાદ બાદ એક કલાકમાં પરત
ભાવનગર જિલ્લાના તળાજા નજીકના લીલીવાવ ગામની પુખ્ત વયની યુવતીના વાલીએ ગઈકાલે અહીં પોલીસ મથકે આવી દીકરી ગૂમ થયાની ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ નોંધાવ્યા બાદ યુવતી એકાદ કલાક બાદ ઘરે પરત ફરી હતી.જેને લઈ પોલીસ નિવેદન લઈ ક્યાં કઈ રીતે ગૂમ થયેલ તેની તપાસ હાથ ધરશે.


Related News

Loading...
Advertisement