જૂનાગઢમાં વધુ એક વૃધ્ધનો રિપોર્ટ પોઝિટીવ

26 May 2020 12:35 PM
Junagadh Saurashtra
  • જૂનાગઢમાં વધુ એક વૃધ્ધનો રિપોર્ટ પોઝિટીવ

વૃધ્ધ સુરતથી આવ્યા હતા : શિવમ પાર્ક કવોરન્ટાઈન કરાયો

જૂનાગઢ,તા. 26
રવિ અને સોમવારનાં બન્ને દિવસો કોરોના મુક્ત જૂનાગઢ જિલ્લા અને શહેર માટે રાહતના સમાચાર હતા ત્યાં આજે તા. 26ને મંગળવારના જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં શિવમ પાર્ક આદીત્યનગરના એક 65 વર્ષનાં વૃધ્ધનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

આ વૃધ્ધ તા. 14-5નાં સુરતથી જૂનાગઢ આવેલ હતા તેઓને હોમ કવોરેન્ટાઈન કરાયા હતા. તેઓની વિગતો આરોગ્યની ટીમ તંત્ર એકઠું કરી રહ્યું છે. હાલ આ વિસ્તાર કોરોન્ટાઈન કરી દેવામાં આવ્યો છે. પોલીસે આ વિસ્તારને કવર કરી અવરજવર પર પ્રતિબંધીત એરીયા કરી દેવામાં આવ્યો છે. આમ જૂનાગઢમાં કોરોના સંક્રમીત 26 કેસ નોંધાયા છે. તેમ જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરીએ જણાવ્યું છે.


Related News

Loading...
Advertisement