ગ્રુમીંગ કેરની સાથે સેનીટાઈઝર લોન્ચ કર્યું સલમાને

26 May 2020 12:07 PM
Entertainment India
  • ગ્રુમીંગ કેરની સાથે સેનીટાઈઝર લોન્ચ કર્યું સલમાને

મુંબઈ: સલમાનખાને ગ્રુમીંગ અને પર્સનલ કેરની સાથે જ સેનીટાઈઝર લોન્ચ કર્યું છે. તેની બ્રાન્ડનું નામ છે એફઆરએસએચ. જો કે હાલની સ્થિતિને જોતાં પહેલાં તેણે સેનીટાઈઝર લોન્ચ કર્યાં છે જે વેબસાઈટ પર મળી રહેશે.

તેણે આ પ્રોડકટસની માહિતી આપતો એક વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. એ વિશે વિડીયો શેર કરી સલમાને કેપ્શન આપી હતી કે ‘મારી નવી ગ્રુમીંગ અને પર્સનલ કેર બ્રેન્ડ એફઆરએસએચ લઈને આવ્યો છું. આ શું છે? કોનું છે? કોના માટે છે? અને કયાં અને કેવી રીતે મળશે? આ તમારી અને મારી બ્રેન્ડ છે. એ તમારા માટે ઘણું બધું લઈને આવશે.

હાલમાં તો સેનીટાઈઝર લઈને આવ્યો છું. તમારા માટે જરૂરી પણ છે જેથી તમે સલામત અને સ્વચ્છ રહી શકો. આ તો તમને પહેલાં એફઆરએસએચની વેબસાઈટ પર મળી રહેશે. બાદમાં દરેક ઠેકાણે મળી રહેશે. એની લિન્ક બાયોમાં છે. એને ટ્રાય કરો અને ફોલો કરો.’


Related News

Loading...
Advertisement