ચુંદડીવાળા માતાજીનું મહાપ્રયાણ : ગુરૂવારે સમાધિ

26 May 2020 10:56 AM
Ahmedabad Gujarat
  • ચુંદડીવાળા માતાજીનું મહાપ્રયાણ : ગુરૂવારે સમાધિ
  • ચુંદડીવાળા માતાજીનું મહાપ્રયાણ : ગુરૂવારે સમાધિ
  • ચુંદડીવાળા માતાજીનું મહાપ્રયાણ : ગુરૂવારે સમાધિ
  • ચુંદડીવાળા માતાજીનું મહાપ્રયાણ : ગુરૂવારે સમાધિ

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં છેલ્લા 76 વર્ષથી અન્ન-જળ વગર જીવન જીવતા 91 વર્ષના: દેશ-વિદેશમાં લાખો ભકતો ધરાવતા ચુંદડીવાળા માતાજી (પ્રહલાદભાઇ જાની)નો પાર્થિવદેહ બે દિવસ અંબાજીમાં અંતિમ દર્શનાર્થે મુકાશે: ગાંધીનગર પાસેના ચરાડા ગામના વતની ચુંદડીવાળા માતાજી અંબાજી ગબ્બર પાસેની ગુફામાં વર્ષોથી રહેતા હતા

ગાંધીનગર, તા. 26
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં છેલ્લા 86 વર્ષથી અન્નજળ વગર જીવન જીવતા પ્રેરણાદાયી ચૂંદડીવાળા માતાજી 91 વર્ષની વયે દેવલોક પામ્યા છે. પ્રહલાદભાઈ જાની કે જેવો જય અંબે ચુંદડીવાળા માતાજી(માડી)ના હુલામણા નામથી ઓળખાતા હતા તેઓ એ પોતાના વતન ચરાડા ખાતેજ દેહત્યાગ કર્યો છે. જ્યારે 28મે ના રોજ અંબાજી ખાતે તેમને સમાધિ અપાશે.

નોંધનીય છે કે છેલ્લા 86 વર્ષથી ચુંદડીવાળા માતાજી અન્ન-પાણી લેતા નહોતા. ભક્તોને માતાજીના અંતિમ દર્શન થઈ શકે તે માટે તેમનો નશ્વરદેહને બે દિવસ સુધી અંબાજી ખાતે તેમની બેઠક હતી ત્યાં મૂકવામાં આવશે. જોકે ગત માર્ચ મહિનામાં સોશિયલ મીડિયા પર ચુંદડીવાળા માતાજીના દેવલોક પામ્યાની અફવા ફેલાઈ હતી.

પરંતુ મંગળવારે મોડી રાતે ચરાડાં ખાતે તેમણે દેહત્યાગ કર્યો હતો. ગાંધીનગર પાસે ના ચરાડા ગામના વતની પ્રહલાદ ભાઈ જાની. અંબાજી ગબબર પાસે ની ગુફામાં વર્ષોથી રહેતા હતાં અને ત્યાંજ માતાજીનું ધ્યાન ધરતા હતા. અને ચુંદડીવાળા માતાજી(માડી) તરીકે સમગ્ર દેશ-વિદેશમાં પ્રખ્યાત બન્યા હતાં.

આ માતાજીએ છેલ્લા 86 વર્ષથી નથી ખાધું કે નથી પીધું. અને આજ કારણથી સમગ્ર દેશની સાથે ડોક્ટરો અને વૈજ્ઞાનિકો પણ હેરાન હતા. જોકે તેમનું આ રહસ્ય જાણવા માટે કેટલાક સમય અગાઉ સ્ટર્લીંગ હોસ્પિટલ અમદાવાદ ખાતે વૈજ્ઞાનિકો અને ખ્યાતનામ ડોકટરો દ્વારા તેમનું પરીક્ષણ કરવામાં પણ આવ્યું સ્ટર્લીંગ હોસ્પિટલ અમદાવાદ ખાતે વૈજ્ઞાનિકો અને ખ્યાતનામ ડોકટરો દ્વારા તેમનું પરીક્ષણ કરવામાં પણ આવ્યું હતું જેમાં અન્ય વિદેશી ડોક્ટરો પણ જોડાયા હતા.

નોંધનીય છે કે ચુંદડીવાળા માતાજી એક સંન્યાસી હતા. અને હંમેશા લાલ કલરની જ પસંદગી કરતા હતા. તેમના પહેરવેશ માં લાલ રંગની ચુંદડી, બંગડી પગના મોજા આ તમામ વસ્તુઓ લાલ રંગની પસંદ કરતા હતા . એટલું જ નહીં નાકની નથણી સાથે માતાજીનો શણગાર થી સજ્જ રહેતા હતા. જોકે આજે પણ અંબાજી ગબ્બર રોડ પાસે આવેલ તેમની ગુફામાં પણ લાલ રંગ જ જોવા મળશે.

ચુંદડીવાળા માતાજીમાં અનેક શ્રધ્ધા લોકોમાં જોવા મળતી હતી અને દર રવિવારે અને પુનમે દૂર-દૂરથી તેમના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હતા.
ચુંદડીવાળા માતાજીને પૂજવાથી બધા દુ:ખ દૂર થાય છે તેવી લોકોમાં માન્યતા હતી.

નોંધનીય છે કે આજે વહેલી સવારે ચુંદડીવાળા માતાજી બ્રહ્મલીન હોવાથી તેમનો પાર્થિવ દેહ તેમના મૂળ વતન ચરાડા થી અંબાજી લઈ જવામાં આવ્યા છે ત્યારે અંતિમ દર્શન માટે બે દિવસ તેમના નશ્વરદેહને અંબાજીમાં મૂકાશે અને ત્યારબાદ ગુરુવારે સવારે તેમના પાર્થિવ દેહની સમાધિ આપવામાં આવશે.

76 વર્ષથી અન્ન-પાણીનો ત્યાગ કરનારા ચુંદડીવાળા માતાજી જે વિજ્ઞાન માટે કોયડા સમાન
અંબાજીમાં આજથી બે દિવસ ચુંદડીવાળા માતાજીના અંતિમ દર્શન કરી શકાશે : ગુરૂવારે સવારે સમાધિ અપાશે
પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ચુંદડીવાળા માતાજી આજે બ્રહ્મલીન થયા છે. એમનો પાર્થિવ દેહ આજે અને આવતીકાલ દર્શનાર્થે એમના ધામ અંબાજી ખાતે રાખવામાં આવશે. તારીખ 28ને ગુરુવાર ના રોજ સવારે 8.15 કલાકે સમાધી આપવામાં આવશે.
ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આવેલ અને ચુંદડીવાળા માતાજી ના નામે ઓળખાતા પ્રહલાદભાઈ જાની કે જેઓ ચૂંદડીવાળા માતાજી તરીકે ઓળખાય છે તેમને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. જેમના પર મોટા મોટા સંશોધનો થઈ ચૂક્યા છે, તેવા બનાસકાંઠા ખાતે આવેલા ચુંદડીવાળા માતાજી દેવલોક પામ્યા છે.
ચુંદડીવાળા માતાજીએ ચરાડા ખાતે મોડીરાતે દેહત્યાગ કર્યો હતો. હવે 28મેના રોજ અંબાજી ખાતે તેમને સમાધિ અપાશે. એવું કહેવાઈ રહ્યું છે કે છેલ્લા 76 વર્ષથી ચુંદડીવાળા માતાજી અન્ન-પાણી લેતા નહોતા. જે વિજ્ઞાન માટે પણ એક મોટો કોયડો સમાન છે.
કોણ છે ચુંદડીવાળા માતાજી?
અંબાજી ગબ્બર ઉપર રહીને છેલ્લા 76 વર્ષથી અન્નજળ ત્યાગ કરીને પ્રહલાદભાઇ મગનલાલ જાની ચુંદડીવાળા માતાજીના નામથી ભિકત કરી રહ્યા છે. છ ભાઇઓ, એક બહેન સહિત 25થી 30 વ્યક્તિઓના જાની પરિવારના મોભી ચુંદડીવાળા માતાજી છે. ચુંદડીવાળા માતાજી પ્રહલાદભાઈ જાનીએ બાલ્ય અવસ્થામાં 14 વર્ષની ઉંમરે સંસાર ત્યાગની સાથે અન્ન-જળનો ત્યાગ કર્યો હતો. અને હાલમા આ મહાન વિભૂતિ ચુંદડીવાળા માતાજીની ઉંમર 88 વર્ષની છે.
માતાજીનું મૂળ ચરાડા ગામ તાલુકો માણસાના વતની ચુંદડીવાળા માતાજી ની સમગ્ર દેશની સાથે ડોક્ટરો અને વૈજ્ઞાનિકો પણ હેરાન છે. તેનું કારણ આ ચુંદડીવાળા માતાજી એ છેલ્લા 76 વર્ષથી નથી ખાધું કે નથી પીધું આ મહાન વિભૂતિ ખાધા પીધા વગર હવા ખાઇને રહેતા .
આ ચુંદડીવાળા માતાજીનું મહાત્મ્ય એટલું છે કે લોકો દૂર-દૂરથી આવે છે સફેદ દાઢી અને નાકમાં નથણી પહેરેલ અને લાલ કપડામાં સજ્જ ચુંદડીવાળા માતાજી નો પહેરવેશ છે.

અંતિમ દર્શનાર્થે મુકાયો ચુંદડીવાળા માતાજીનો પાર્થિવદેહ
અંબાજી ગબ્બ૨ પાસે તેમની ગુફા સ્થળમાં ચુંદડીવાળા માતાજીનો પાર્થિવદેહ દર્શનાર્થે મુકાયો છે. ત્યાં સોશ્યલ ડિસ્ટન્સના નિયમો મુજબ ભક્તોને અંતિમ દર્શન ક૨ાવવામાં આવી ૨હ્યો છે.


Related News

Loading...
Advertisement