અમદાવાદનાં જાણીતા બિલ્ડર નરસિંહ પટેલનું કોરોનાથી નિધન

26 May 2020 10:17 AM
Ahmedabad Gujarat
  • અમદાવાદનાં જાણીતા બિલ્ડર નરસિંહ પટેલનું કોરોનાથી નિધન

અમદાવાદ તા.26
અમદાવાદનાં જાણીતા બિલ્ડર અને એનજી ગ્રુપ ઓફ કંપનીનાં મેનેજીંગ ડિરેકટર નરસિંહા પટેલનું સીમ્સ હોસ્પીટલમાં વહેલી સવારે કોરોનાથી અવસાન થયુ છે. તેઓ છેલ્લા 5 દિવસથી સારવાર લઈ રહ્યા હતા.

નરસિંહભાઈના મોટાભાઈ અને એનજી ગ્રુપ ઓફ કંપનીનાં ચેરમેન નગીનભાઈએ જણાવ્યું હતું તે ગત તા.4 મેના રોજ નરસિંહભાઈને લીવરની ટ્રીટમેન્ટ માટે ડો.દેવલ પરીખના કિલનીકમાં દાખલ કરાયા બાદ જયાં 14 દિવસ બાદ તેમનો કોરોના ટેસ્ટ કરાયા હતા.

જેનો પોઝીટીવ રીપોર્ટ આવતા તેમને સીમ્સ હોસ્પીટલમાં ખસેડાયા હતા. તેમણે વહેલી સવારે અંતિમ શ્ર્વાસ લીધા હતા. નરસિંહભાઈના પરિવારમાં બે પુત્રીઓ છે જે પરીણીત છે.

ઉલ્લેખનીય છે કે, સ્વ. નરસિંહભાઈ અને તેમનાં મોટાભાઈ નગીનભાઈ ભાગીદારીમાં એનજી ગ્રુપ ઓફ કંપનીના નામે રિયલ એસ્ટેટ ડેવલોપર અને બિલ્ડર તરીકે બિઝનેસ કરતા હતા.અમદાવાદમાં બંગલોઝ બનાવવાનું શ્રેય તેમનાં ગ્રુપને જાય છે.


Related News

Loading...
Advertisement