લોકડાઉનનો નિર્ણય ખોટો: કોરોના ન રોકાયો; ઉલ્ટાનું નુકશાન ઝાઝું

25 May 2020 03:10 PM
India
  • લોકડાઉનનો નિર્ણય ખોટો: કોરોના ન રોકાયો; ઉલ્ટાનું નુકશાન ઝાઝું

નોબેલ પારિતોષિક વિજેતા માઈકલ લેવિટનો દાવો: બીજા અભ્યાસીના મતે લોકડાઉન હળવો કરાતાં સંક્રમણ દર ઘટયો

નવી દિલ્હી તા.25
કોરોના વાયરસનો ફેલાવો રોકવા લાગુ કરાયેલા લોકડાઉન બાબતે નોબેલ વિજેતા વિજ્ઞાની માઈકલ લેવિટે દાવો કર્યો છે કે, આનાથી ઉલ્ટાનું મોતનો આંકડો વધ્યો છે. તેમણે જણાવ્યું હતું કે લોકડાઉનનો નિર્ણય ખોટો હતો. એનાથી સંક્રમણ ઘટયું નથી પણ લોકોની રોજગારી ખતમ થઈ ગઈ છે.

લેવિટના દાવા મુજબ લોકડાઉનના કારણે મરણાંક ઝડપથી વધી શકે છે. તેમણે જણાવ્યું હતું કે લોકોને ઘરમાં કેદ રાખવાનો નિર્ણય તેની અંદર તણાવ ઉભો કરવા જેવો છે.

ઉલ્લેખનીય છે કે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના આ વિજ્ઞાનીએ કોરોના વાયરસ મહામારીના શરુઆતી તબકકા બાબતે સચોટ આગાહી કરી હતી. પ્રોફેસર લેવિટે એમ પણ જણાવ્યું હતું કે પ્રોફેસર નીલ ફર્ગ્યુસનની એક થિયરી મુજબ આનાથી મોતનું અનુમાન 10થી12 ગણું વધ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે લોકડાઉનથી મહામારીનો પ્રસાર અટકયો નથી, જયારે એનાથી કરોડો લોકોની રોજગારી નષ્ટ થઈ છે.

પ્રોફેસર લેવિટે જણાવ્યું હતું કે લોકડાઉનથી કોરોના વાયરસ સામે માણસના જીવનની રક્ષા નથી થઈ, પણ નુકશાન થયું છે. અલબત, માર્ગ દુર્ઘટનાથી થતી ખુવારી
ઘટી છે, પણ ઘરેલું હિંસા વધી છે. પ્રોફેસર લેવિટને 2013માં કેમીસ્ટ્રીનું નોબેલ ઈનામ મળ્યું હતું.

બીજી બાજુ, ફીઝીશ્યન જે.વી.મોર્ગને રણનીતિકાર માર્કે કોલાનોવિકને જણાવ્યું હતું કે સરકારોએ ખામીભર્યા વૈજ્ઞાનિક સંશોધનપત્રોના આધારે લોકડાઉન લાગુ કરવા નિર્ણય લીધો એથી તેમની કાર્યકુશળતાને અસર થઈ અને લોકડાઉનની અસર પણ ઓછી જોવા મળી. તેમણે જણાવ્યું હતું કે લોકડાઉન હટાવાયા પછી સંક્રમણ દર ઘટયો છે. એ બતાવે છે કે વાયરસની પોતાની પણ ગતિશીલતા હોય છે.

તેમણે દાખલો આપતાં જણાયું હતું કે ડેન્માર્ક એવા દેશોમાં સામેલ છે જેણે સ્કુલો અને શોપીંગ મોલ ખોલાયા પછી સંક્રમણ દર ઘટયો છે. લોકડાઉનના નિયમો હળવા થયા પછી જર્મનીમાં પણ સંક્રમણ દર 1.0 થી પણ નીચો ગયો છે.


Related News

Loading...
Advertisement