જુનાગઢમાં યુવાનને સમલેંગીક સંબંધ બાંધવાની લાલચ આપી પૈસા પડાવ્યા : છ સામે ફરીયાદ

25 May 2020 02:21 PM
Junagadh Saurashtra
  • જુનાગઢમાં યુવાનને સમલેંગીક સંબંધ બાંધવાની લાલચ આપી પૈસા પડાવ્યા : છ સામે ફરીયાદ

બનાવમાં યુવતીની પણ સંડોવણી : પાંચ આરોપીઓ ઝડપાયા

જુનાગઢ, તા. રપ
જુનાગઢ ખામધ્રોળ રોડ પર રહેતા યુવકને સમલૈંગિક સંબંધ બાંધવાની લાલચ આપી બાદમાં ફોટોગ્રાફ્સ તેમજ ઇમોશનલ બ્લેકમેઈલ કરી મોટો તોડ કરવાના ઈરાદે છેતરપિંડી આચર્યાની ફરિયાદ તાલુકા પોલીસ મથકે નોંધાતા શહેર ભરમાં આ વાતને લઈને હાહાકાર મચી જવા પામ્યો હતો પોલીસે ભોગ બનનાર યુવકની ફરીયાદ ના આધારે પાંચ જેટલા આરોપી ઝડપી લીધા છે.
આ અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર ફરિયાદી મયુરભાઇ મનસુખભાઇ સરવૈયા ખાંટ ઉવ. 24 રહે. જુનાગઢ બાપુનગર વાળાએ પોલીસને ફરિયાદ આપતાં જણાવ્યું હતું કે આરોપી હાર્દિક ઉર્ફે રીયાજ અલીભાઇ પલેજા ઇર્શાદ ઇકબાલભાઇ શમા તેની સાથે ની એક છોકરી અને અજાણ્યા છોકરાઓએ રહે. બધા જુનાગઢ આ બનાવના ફરીયાદી મયુર ને આરોપીઓએ સમલૈગીંક સબંધ બાંધવાના બાહાના હેઠળ પૂર્વ આયોજીત કાવત્રુ કરી ખોટુ નામ ઘારણ કરી જેના ભાગ રૂપે ફરીયાદીને જૂનાગઢ જોષીપરા વિસ્તારના અગ્રાવત ચોકથી ખામધ્રોળ રોડ કેબ્રીજ સ્કુલ પાસે એક મકાનમા લઇ જઇ ત્યાં ફરીયાદીને તેમના ફોટા પાડી તેમજ એક યુવતી દ્વારા તારા કારણે અમારો સંસાર બગડી ગયો છે એવું કહી છરી બતાવી ઢીકાપાટુ નો મારમારી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી અને ફરીયાદી પાસેથી બળજબરીથી રૂ 10,000 કઢાવી લઇ તેમજ રૂ. 15000 ની માંગણી કરી તમામે ગુન્હો કરવામા એકબીજાની મદદગારી કરી હોવાની ફરિયાદ આપતા પોલીસે આઇ.પી.સી કલમ 386, 384, 120(બી), 419, 506(ર), 323, જી.પી.એ. ક. 135 મુજબ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી પોલીસે આ ફરીયાદ ના આધારે લગભગ પાંચ જેટલા આરોપી રાઉન્ડઅપ કરી તેમના કોરોના ટેસ્ટ અંગેની ગતિવિધિ હાથ ધરવામાં આવી હોવાનું જણાવ્યું છે ઉપરાંત હજુ તપાસ દરમિયાન વધુ આરોપી ઓના નામ ખુલશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement