જૂનાગઢ પ્રજ્ઞા છાત્રાલયમાં બાળકના મોત પ્રકરણમાં ગૃહપતિ વિરૂધ્ધ વાલીની ફરિયાદ

25 May 2020 02:19 PM
Junagadh Saurashtra
  • જૂનાગઢ પ્રજ્ઞા છાત્રાલયમાં બાળકના મોત પ્રકરણમાં ગૃહપતિ વિરૂધ્ધ વાલીની ફરિયાદ

બાળક પડી ગયો હોવા છતાં ત્રણ દિવસ વાલીને જાણ ન કરી

જૂનાગઢ,તા. 25
જૂનાગઢ પ્રજ્ઞા છાત્રાલયમાં રહેતા અને અભ્યાસ કરતાં માણાવદરનાં 13 વર્ષનાં પિયુષ ઉર્ફે પ્રિન્સ છાત્રાલયમાં પડી જતાં સારવાર દરમ્યાન મોત નોંધાયું હતું. ત્રણ ત્રણ દિવસ પિયુષનાં વાલીઓન્ે સંચાલકે જાણ ન કરી ઘોર બેદરકારીના કારણે માસુમનું સારવાર દરમિયાન અમદાવાદ ખાતે મોત નોંધાતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.
આ અંગેની વિગત મુજબ માણાવદર બસ સ્ટેશન પાછળ મહાવીર હાઉસીંગ સોસાયટીમાં રહેતા દલીત કિશોરભાઈ ઉગાભાઈ પરમારનો 13 વર્ષનો પુત્ર પિયુષ ઉર્ફે પ્રિન્સ જૂનાગઢ જોષીપરા પાદર ચોક શાક માર્કેટ પાસે શિવ મંદિરની સામે આવેલ પ્રજ્ઞા સાર્વજનિક છાત્રાલયમાં રહી ધો. 8માં અભ્યાસ કરતો હતો. ગત તા. 23-1-2020નાં રોજ પિયુષ ઉર્ફે પ્રિન્સ પડી જતાં ગંભીર ઇજા થવા પામી હતી. છાત્રાલયના ગૃહપતિ રસીક ભાયાભાઈ બાવકુ એ આ અંગેની જાણ પિયુષના પિતા કે વાલીઓને તા. 2-2-2020નાં સુધી ન કરી કે ન તો તેની દવાખાને લઇ જઇને સારવાર કરી ઘોર બેદરકારી દાખવી હતી. બાદ પિયુષ ઉર્ફે પ્રિન્સના વાલીઓને જાણ થતાં પ્રથમ જૂનાગઢ બાદ રાજકોટ અને ત્યાંથી અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવેલ જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નોંધાતા પરિવાર ભાંગી પડ્યો હતો.
છાત્રાલયના ગૃહપતિ રસીક ભાયાભાઈએ ન તો તેના પરિવારને જાણ કરી હતી કે ન તો તેમમએ સારવાર આપી હતી. આગંભીર બેદરકારીના કારણે નાના મૃતક પિયુષ ઉર્ફે પ્રિન્સ કિશોરભાઈ પરમારનું મોત નોંધાતા પ્રિન્સના પિતાએ બી ડીવીઝનમાં ગૃહપતિ રસીક ભાયાભાઈ સામે ફરિયાદ નોંધાવતા બી ડીવીઝન પીઆઈ વી.કે. ડાકીએ તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement