જૂનાગઢ જિલ્લામાં 15 સ્થળોએ ચોરી કરનાર રીઢો તસ્કર ક્રાઈમ બ્રાંચની ઝપટમાં

25 May 2020 02:17 PM
Junagadh
  • જૂનાગઢ જિલ્લામાં 15 સ્થળોએ ચોરી કરનાર રીઢો તસ્કર ક્રાઈમ બ્રાંચની ઝપટમાં

પુછપરછમાં બે સાગરીતોનાં નામો ખુલતા તેને પણ ઉઠાવાયા

જૂનાગઢ,તા. 25
જૂનાગઢ આસપાસ આવેલ કારખાનાઓ સહિત 18 સ્થળોએ ચોરી કરનાર જૂનાગઢમાં મજેવડીનો સંજય દેવરાજ કોળી ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો હતો. તેમની પ્રાથમિક પુછપરછમાં તેમણે તેના મિત્રો સાથે મળીને ચોરી કર્યાની કબુલાત આપી હતી.જૂનાગઢ તાબેનાં વડાલ -સુખપુર, ધોરાજી રોડ પરના કારખાનાઓમાં ચોરી કરી 15 કારખાનાઓને નિશન બનાવ્યા હતાં તેેમના મિત્રો સાથે વિવિધ કારખાનાઓમાં ત્રાટકી તથા રોકડ અન્ય ચીજવસ્તુોની ચોરી કરતા હતા. તેઓને દોઢ બે વર્ષમાં કારખાનાઓ જ નિશાન બનાવ્યા છે.
બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે વડાલ રોડ પર ખોડીયાર ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલ ચારકારખાાની ગ્રીલ બારીના સળીયા તોડી રુા. 2700ની મત્તાની ચોરી કરી હતી. મજેવડી ગામ પાવર હાઉસ ખાતેના રહેણાંક મકાનમાં હોવાની બાતમીના આધારે સંજય દેવરાજ પનારીયા (ઉ.22) ઉર્ફે મુકેશ વલ્લભ રાજાણી, ભરત બચુ સુરેલાની સથે ચોરીની કબૂલાત આપતાં તેમને પણ પોલીસે દબોચી લીધાનું જાણવા મળેલ છે. જૂનાગઢ જીઆઈડીસી,જેતલસર નજીક ધોરાજી ઉપલેટા તથા ખાખીજાળીયા સહકારી મંડળી અને 15 કારખાનાઓમાં ચોરી કર્યાની કબૂલાત આપી હતી. કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ હાથ ધર્યાનું જાણવા મળે છે.


Loading...
Advertisement