જુનાગઢમાં પાન-બીડીની હોલસેલ દુકાનો પર હજુ લાઇનો : રીટેલર વેપારીઓ માટે સપ્લાય શરૂ

25 May 2020 02:15 PM
Junagadh Saurashtra
  • જુનાગઢમાં પાન-બીડીની હોલસેલ દુકાનો પર હજુ લાઇનો : રીટેલર વેપારીઓ માટે સપ્લાય શરૂ

38 જેટલા ડિલરો પાસે તમાકુ પ્રોડકટસનો પુરતો સ્ટોક

જુનાગઢ, તા.રપ
જુનાગઢમાં લોકડાઉન 4 માં છૂટતો મળી પરંતુ પાન તમાકુ ના જથ્થાબંધ વેપારી ઓને ત્યાં એવી પરિસ્થિતિ સર્જાઈ કે લોકોએ કદી ના ખૂટે તેવી દુકાનો પર લાઈનો લગાવી દિધી જેના કારણે વેપારીઓએ દુકાનો બંધ કરવી પડી છે.શહેરની તમામ રીટેલ પાન, બીડી, ની દુકાનો માં માલ તળિયાઝાટક હતો તેમજ તમાકુ નો બંધાણી પોતાના બંધારણ ની વસ્તુ ના પાંચથી દસ ગણા ભાવ ચૂકવી ત્રસ્ત આવી ગયો હતો અને લાંબી રાહ જોયા બાદ નિરાંતનો અનુભવ થવાનો હતો પરંતુ પરિસ્થિતિ વિપરીત સામે આવી દુકાનો ખુલતા લોકોએ ખુબ લાંબી લાઇનો લગાવી દેતા અફરા તફરી નો માહોલ સર્જાયો તમાકુના હોલસેલ વેપારીઓ પણ આ વાત સમજી શકતા ન હતા તેમનો સાચો ગ્રાહક રીટેલ વેપારી તેમના સુધી પહોંચી શકતો નહોતો ઉપરાંત એક ને એક વ્યક્તિ એક વખત માલ મેળવી લીધા પછી પણ લાઈનમાં અનેક વખત ઉભી અ વ્યવસ્થા ઉભી થતી દેખાતા વેપારીઓએ દુકાનો બંધ કરી રિટેલર સુધી માલની ડિલિવરી પહોંચાડવાનું નક્કી કરી ગાડી પાટે ચડાવવા નક્કી કર્યું છે પાન બીડી તમાકુ હોલસેલ વેપારી એસોસિએશનના પ્રમુખ પ્રદીપભાઈ નિમ્બાર્કે જણાવ્યું હતું કે જૂનાગઢના મુખ્ય ચાર તમાકુ પ્રોડક્ટના ડિલરો તેમજ તેમની નીચે સબ ડિસ્ટ્રીબ્યુટર તરીકે આખા વિસ્તારના કુલ 38 જેટલા વેપારીઓ પાસે તમામ તમાકુ પ્રોડક્ટસ નો પૂરતો સ્ટોક છે તેમજ ઉપરથી માલ આવવામાં પણ સપ્લાય ચેનલને લગતી તમામ બાબતો સુચારુ રૂપે ચાલુ છે એક તબક્કે તમામ વેપારીઓ આ સમયગાળામાં સામ, દામ,દંડ, અને ભેદની, નીતિ નો ભોગ પણ બન્યા અંતે લોકો માટે વ્યવસ્થિત આયોજન કરવા દરેક પાન બીડી ના રીટેલર વેપારીને દુકાન બેઠા માલ પહોંચાડી શકાય તેવી વ્યવસ્થા હાલ ગોઠવવામાં આવી છે જેના કારણે વધીને એક પખવાડિયામાં આ વ્યવસાય ની ગાડી પાટે ચડી જાય તેવું તેમનું માનવું છે.


Related News

Loading...
Advertisement