જૂનાગઢ નરસિંહ મહેતા યુનિ.માં ડીજીટલ સ્પર્ધાઓ સાથે રેન્ક સેરેમની યોજાઈ

25 May 2020 02:14 PM
Junagadh Saurashtra
  • જૂનાગઢ નરસિંહ મહેતા યુનિ.માં ડીજીટલ સ્પર્ધાઓ સાથે રેન્ક સેરેમની યોજાઈ

પ્રથમ ત્રણ નંબરના વિજેતાઓને રોકડ ઇનામો અપાયા

જૂનાગઢ,તા. 25
ગુજરાત રાજ્યના સ્થાપના દિવસના ભાગરુપે તથા વૈશ્ર્વિક મહામારી કોરોના સામે દિવસ-રાત કામગીરી કરી રહેલા કોરોના વોરીયર્સને બિરદાવવા તથા સન્માનવા માટે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂુનાગઢ દ્વારા વિવિધ ડીજીટલ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડીજીટલ સ્પર્ધાઓમાં નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા તથા કાવ્ય સ્પર્ધાઓનો સમાવેશ થતો હતો. જેમાં યુનિવર્સિટી હેઠળ આવતા ચાર જિલ્લાઓમાંથી કુલ બે હજાર ઉપરના વિદ્યાર્થીઓએ ઉમળકાભેર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. વિદ્યાર્થીઓએ સ્વહસ્તાક્ષરે મૌલિક લખાણ સાથેના નિબંધ, મૌલિક ચિત્રો તથા સ્વરચિત કાવ્યો બનાવ્યા હતાં.
ડીજીટલી ઓનલાઈન રેન્ક ડેકલેશન સેરેમની કુલપતિ પ્રો. (ડો.) ચેતનભાઈ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં પ્રથમ ત્રણ નંબર મેળવનારને અનુક્રમે 15 હજાર, 11 હજાર અને 5 હજાર રુપિયાના ઇનામો આપવામાં આવ્યા હતાં. રસાકસીયુક્ત સ્પર્ધાઓમાં એક જ રેન્ક ઉપર એકથી વધારે વિદ્યાર્થીઓ પણ પસંદ થયા હતાં. તમામ સ્પર્ધા માટેના વિષય ગુજરાતના ગૌરવ અને અસ્મિતા સ્વરુપ કોરોના વોરીયર્સની ભૂમિકા રાખવામાં આવ્યા હતાં.
વિવિધ સ્પર્ધાઓની સંકલન કમિટીમાં કુલપતિ પ્રો. (ડો.) ચેતનભાઈ ત્રિવેદી, રજીસ્ટ્રાર ડો.મયંક સોની પ્રો. (ડો.) અતુલ બાપોદરા, પ્રો. (ડો.) સુહાસ વ્યાસ, ડો.ભાવસિંહ ડોડીયા, ડો. ફીરોઝ શેખ, ડો. જયસિંહ ઝાલા, કે.ડી. અવાશીયાએ ફરજ બજાવી હતી.
સ્પર્ધાઓને સફળ બનાવવા સ્પર્ધાઓનાં કો-ઓર્ડીનેટર્સ તથા કમિટી મેમ્બર ડો. ઋષીરાજ ઉપાધ્યાય, અનિતાબા ગોહીલ, ડો. રમેશભાઈ મહેતા, ડો. પરાગ દેવાણી, ડો. રમેશ ચૌહાણ તથા ટેકનીકલ સપોર્ટર તરીકે ડો. ઓમ જોષીએ ભારે જહેમત ઉઠાવી હતી.


Related News

Loading...
Advertisement