જુનાગઢ શહેરનાં એપાર્ટમેન્ટ પાર્કીંગમાંથી પોલીસ આમ જનતાને ઉઠાવતા: રોષ

25 May 2020 02:13 PM
Junagadh Saurashtra
  • જુનાગઢ શહેરનાં એપાર્ટમેન્ટ પાર્કીંગમાંથી પોલીસ આમ જનતાને ઉઠાવતા: રોષ

બહારગામથી આવતા લોકોનો કોઈ રોકટોક વીના પ્રવેશ

જુનાગઢ તા.25
લોકડાઉનનું કડક પાલન દોઢ માસ સુધી લોકોને કરાવ્યું. બાદ સરકાર પર દબાણ-ભલામણ અને મતના રાજકારણને ધ્યાને લઈ બહારથી લોકોને આવવાની મંજુરી આપવામાં અંતે સરકાર વશ થઈ ઢીલ દાખવી હતી. આવી બેદરકારીના કારણે ગ્રીન ઝોન જુનાગઢ જીલ્લામાં કોરોના પ્રવેશ કરી ગયો છે, ખાળે ડુચા દરવાજા મોકળાની કહેવત મુજબ બહારથી આવતા લોકોને ફરજીયાત ભવનાથમાં જ કવોરન્ટાઈનમાં રાખવાના બદલલે તેઓના ઘરે જવા દેવાય છે. જયારે એપાર્ટમેન્ટ કે તેના ઘરના દરવાજા પાર્કીંગમાં ઉભેલા લોકોને પોલીસ ઉઠાવી જઈ કાયદો બતાવી રહ્યા છે. ખોયા કેશમાં ફીટ કરી દેવામાં આવી રહ્યા છે. તંત્ર અને સરકારના આ નિર્ણયથી લોકોમાં ભારોભાર રોષ ફેલાયો છે.
એકી-બેકી સામે નારાજગી
જુનાગઢમાં પણ મેટ્રોસીટી માફક એકી-બેકી મુજબ દુકાનો ખોલવાનો નિયમ લાગુ કરાયો છે. જે દુકાનો ખુલી હતી તેને એકી બેકીના જોખમનાં આધારે પોલીસે બંધ કરાવી હતી. જુનાગઢનું માળળખુ જોતા એકી બેકી પદ્ધતિ અનુકુળ નથી. દાખલા તરીકે મોબાઈલના રીપેરીંગના હોલસેલની દુકાનો જુનાગઢ બે જ છે તે બન્ને બેકીમાં આવતા હોય તો માલ કયાંથી લેવો? આવું અનેક ચીજવસ્તુઓમાં બની રહ્યું છે. ગ્રાહકને પણ ખબર નથી કે એકી બે કી મુજબ કઈ દુકાન કયારે ખુલશે જેથી ગ્રાહકોને પણ ધકકા થાય છે.


Related News

Loading...
Advertisement