સોરઠમાં વાતાવરણની ડામાડોળ સ્થિતિ વચ્ચે ફળોની મહારાણી કેશર કેરીનું 60 હજાર ટનથી વધુ ઉત્પાદન

25 May 2020 02:12 PM
Junagadh Saurashtra
  • સોરઠમાં વાતાવરણની ડામાડોળ સ્થિતિ વચ્ચે ફળોની મહારાણી કેશર કેરીનું 60 હજાર ટનથી વધુ ઉત્પાદન

આ વર્ષે વિદેશીઓને કેશર કેરીનો સ્વાદ માણવા નહીં મળે: જૂનાગઢ-ગીર સોમનાથના વિસ્તારોમાં 24 હજાર હેક્ટરમાં કેરીનો પાક તૈયાર : ગુજરાતમાં સરેરાશ 12 થી 14 લાખ ટન કેરીમાંથી 30 ટકા નિકાસની સંભાવના નહીંવત

(રાકેશ લખલાણી) જૂનાગઢ, તા. 25
વિશ્ર્વને કોરોના વાઈરસે માનવીની જીંદગીને ભરડામાં લીધી છે તેમ ફળોની મહારાણી ગણાતી સોરઠ, કાઠીયાવાડ, સૌરાષ્ટ્રની કેરી ઉપર પણ માઠી અસર પડી છે. પ્રથમ સતત માવઠા, વાવાઝોડા, વાતાવરણ પ્રતિકુળનો સામનો કરી આંબે મોર નાની ખાખી મોર પડ્યા હતાં. જેના કારણે એક બાજુ કેરી મોડી આવી છે ત્યાં કોરોના નામના રોગે વિશ્ર્વને ભરડો લઇ લેતાં પૃથ્વી પર લોકડાઉન થવાપામ્યું છે.કેરીમાં સરેરાશ 20 ટકા ઉપર નુકસાન થવા પામ્યું છે. લોકડાઉનના કારણે સરકાર કો-ઓપરેટકરતી હોવાછતાં નિકાસને ફટકો પડી શકે છે. વિમાન સેવાઓ લગભગ બંધ છે. કાર્ગોનાં અધધધ ભાવપોસાય તેમ નથી. ગુજરાતમાં કેરીનું સરેરાશ ઉત્પાદન 12 થી 14 લાખ ટનનું થાય છે. તેમાં 30 થી 35 ટકા રહેશે. નિકાસ ઘટવાના કારણએ ખેડૂતો-નિકાસકારોને સરેરાશ 1000 કરોડથી વધુ નુકસાનીનો અંદાજ સેવાઈ રહ્યો છે. જેથી કેરી ઉત્પાદકો માટે કડવી બની છે.
જૂનાગઢ તાલાલા, ગીર સોમનાથ, કોડીનાર, વંથલી સહિતનાં વિસ્તારોમાં કેસર કેરીનું ઉત્પાદન થાય છે. ખેડૂતોના મંતવ્ય મુજબ છેલ્લા ઘણા વર્ષોથી કમાણી સતત ઘટી રહી છે.
નવ વર્ષ પહેલા વિઘાદીઠ 2 લાખનું વળતર મળ્યું હતું. તે હવે 60 ટકા ઘટી જવા પામ્યું છે. ચાલુ વર્ષે 6 મેટ્રીક ટન પ્રતિ હેક્ટર ઉત્પાદન થવાની સંભાવના છે. ગત વર્ષે તાલાલામાંથી 1250 ટન કેરીની નિકાસ થઇ હતી. આ વર્ષે કુલ આવકનાં 30 ટકા પણ નિકાસ થાય તો નવાઈ નહીં હોય તેમ ખેડૂતોનું માનવું છું. તાલાલા પંથકમાંથી કેસર કેરીની આવક શરુ થઇ છે. આ વર્ષે 10 કિલોના બોક્સ 300થી 900 રહે તેવું માનવામાં આવે છે.
ગુજરાતમાંથી 3 થી 4 લાખ ટન નિકાસ ઘટશે. સઉદી આરબ, જાપાન, યુકે, યુરોપ સહિતના દેશોમાં કેસર કેરીની નિકાસ થાય છે જેમાં ગુજરાતમાંથી 6 લાખ ટન આમ પણ નિકાસ થાય છે જેમાં આ વર્ષે 50 ટકાથી વધુ ઘટાડો થશે તેવું માનવામાં આવે છે. ગુજરાતમાંથી માત્ર એક લાખ ટન કેરીની નિકાસ થશે તેવું વર્તાય રહ્યું છે.


Related News

Loading...
Advertisement