અમદાવાદ સિવિલ હોસ્પિટલની હાલત દયનીય: હાઈકોર્ટ

25 May 2020 11:59 AM
Ahmedabad Gujarat
  • અમદાવાદ સિવિલ હોસ્પિટલની હાલત દયનીય: હાઈકોર્ટ

રાજયમાં કુલ નોંધાયેલા મૃત્યુમાં 62% સિવિલમાં થયા હોવાની નોંધ લીધી: મોદી-શાહ જેવા શક્તિશાળી લોકો તેમના રાજય-મતક્ષેત્રમાં તબીબી ઉપાય કરી ન શકતા હોય તો બીજાએ શું આશા રાખવી: કોંગ્રેસનો પ્રહાર

અમદાવાદ તા.25
રાજયમાં કોરોનાનો મૃત્યુદર વધી રહ્યો છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ સિવિલ હોસ્પિટલની હાલત દયનીય ગણાવી છે.

અદાલતે અવલોકન કર્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં આજની તારીખે જે સ્થિતિ છે તે દયનીય હોવાની નોંધ કરવી પીડાદાયક અને સંતાપકારી છે. કોવિડ 19ની સારવાર માટે દાખલ કરવામાં આવેલા દર્દીઓ જારી રહ્યા છે. રેકોર્ડ મુજબ ગુજરાતમાં 20 મે સુધી નોંધાયેલા ગુજરાતમાં 625 મૃત્યુમાંથી 570 અમદાવાદ શહેરના છે, અને શહેરના મૃત્યુ કેસોમાંથી 65% અથવા 350 સિવિલ હોસ્પિટલમાં થયા છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં મોટાભાગના દર્દીઓ સારવારના ચાર અથવા વધુ દિવસો પછી મૃત્યુ પામે છે. ક્રિટીકલ કેરનો આ સંપૂર્ણ અભાવ દર્શાવે છે.

કોર્ટે ટકોર કરી હતી કે સિવિલ હોસ્પિટલમાં પેશન્ટ કેર અપુરતી હોવા ઉપરાંત સિનીયર ડોકટરો બોર્ડની મુલાકાત લેતાં નથી અને બધો ભાર રેસીડેન્ટ ડોકટરો પર નાખી દે છે.

અમદાવાદ સિવિલના રેસીડેન્ટ ડોકટરોની સંખ્યા સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ સાથે સરખાવતા કોર્ટે જણાવ્યું હતું કે સિવિલમાં 1200 ડોકટર છે, જયારે એકબીજામાં 425 અને છતાં ક્રિટીકલ કેર અપુરતી છે.

કોર્ટે જણાવ્યું હતું કે પંકજકુમાર, મિલિંદ તોરવણે અને જયંતી રવી જેવા સીનીયર આઈએએસ અધિકારીની સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટ માટે નિમણુંક થયા છતાં બે મહિનામાં સિવિલ હોસ્પિટલની હાલત સુધરી નથી.

દરમિયાન, કોંગ્રેસે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક હોવાનું જણાવી ગુજરાત હાઈકોર્ટના અવલોકનને ટાંકી ગુજરાત મોડેલની અસરકારકતા વિષે સવાલ કર્યા છે. એચઈસીસીના પ્રવકતા અભિષેક સિંઘવીએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળની જેમ હસ્તક્ષેપ કરવાનું ગૃહ મંત્રાલય અથવા રાજયપક્ષને કેમ સૂઝતું નથી.

વડાપ્રધાન મોદીના ગૃહ રાજય અને ગૃહપ્રધાન અમિત શાહના મતક્ષેત્રના 4 વિધાનસભા મતક્ષેત્રોમાં મેડીકલ અને આરોગ્ય સુવિધાઓની આવી ખરાબ હાલત વિષે દેશનું ધ્યાન દોરવાની મારી અફસોસભરી ફરજ છે. આવા શક્તિશાળી લોકો તેમને ત્યાં ગરીબ અને જરૂરિયાતમંદોને તબીબી ન્યાય આપી શકયા ન હોય તો ભારતના અન્ય કરોડો લોકોથી આશા રાખી શકે.


Related News

Loading...
Advertisement