ગુજરાતમાં કોરોનાનું બે મહિનાનું સરવૈયુ: દર 108 મીનીટે એક મોત

25 May 2020 11:54 AM
Ahmedabad Gujarat Rajkot
  • ગુજરાતમાં કોરોનાનું બે મહિનાનું સરવૈયુ: દર 108 મીનીટે એક મોત

કોવિડ-19ના રાજયના કેસોમાં અમદાવાદનો ફાળો 73%, મૃત્યુમાં 80%: 10,000થી વધુ કેસોવાળા શહેરોમાં અમદાવાદ ત્રીજા નંબરે: સૌપ્રથમ મૃત્યુ સુરતમાં 22 માર્ચે થયા પછી 62 દિવસમાં 24 કલાકમાં સરેરાશ 13 મોત

અમદાવાદ તા.25
દેશમાં કોરોના કેસોની સંખ્યાની દ્દષ્ટિએ ગુજરાત બીજા અને મૃત્યુની રીતે બીજા સ્થાને છે. ગુજરાતમાં અમદાવાદ કેસો અને મરણની દ્દષ્ટિએ રાજયમાં મોખરે છે. રવિવારે રાજયમાં કોવિડ 19થી 29 મૃત્યુ થયા એમાં અમદાવાદના 28 અથવા 98.5% હિસ્સો હતો. અમદાવાદ જિલ્લામાં મરણાંક 697 થયો છે.

સૂત્રના જણાવ્યા પ્રમાણે બે વ્યક્તિના હોસ્પિટલમાં દાખલ કરાયાના 24 કલાકમાં મૃત્યુ થયા હતા. આરોગ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કોવિડ 19થી રાજયમાં પ્રથમ મૃત્યુ સુરતમાં 22 માર્ચે નોંધાયુ હતું ત્યારથી રાજયમાં શનિવાર સુધીમાં વધુ 828 મૃત્યુ થયા છે. ગઈકાલે રાજયમાં વધુ 29 મોત નોંધાયા હતા. આ આંકડા સૂચવે છે કે રાજયમાં કોરોનાથી દરરોજ 13.3 અથવા દર 108 મીનીટે એક મૃત્યુ નોંધાઈ રહ્યા છે.

રાજયમાં શનિવાર સુધીમાં થયેલા મૃત્યુમાં અમદાવાદનો હિસ્સો 80.7% (669), સુરત 7.2% (60%) સુરત, 4.2% (35) વડોદરા અને 1.2(10) ભાવનગરમાં નોંધાયા છે. શનિવારે સાંજે જ અમદાવાદ જિલ્લામાં કોરાના કેસોની સંખ્યા 10,000ને પાર કરી ગઈ હતી. મુંબઈ અને દિલ્હી પછી પાંચ આંકડે પહોંચનારા કેસોમાં અમદાવાદ, મુંબઈ અને દિલ્હી પછી ત્રીજા નંબરે છે. ગુજરાતમાં કુલ કોરોનાના 73% કેસો માત્ર અમદાવાદના છે.

ગઈ સાંજ સુધીમાં રાજયમાં વધુ 394 કેસો અને 29 મૃત્યુ નોંધાતા કુલ કેસો 14,063 અને મૃત્યુનો આંકડો 858 થયો છે, રાજયમાં 6412 લોકો સાજા થતાં એકટીવ કેસોની સંખ્યા 6,793 થઈ છે.


Related News

Loading...
Advertisement