ધો.12ના પરિણામનો ખોટો મેસેજ વાઇરલ કરનાર સગીર વિદ્યાર્થી નિકળ્યો

23 May 2020 06:06 PM
Ahmedabad Gujarat
  • ધો.12ના પરિણામનો ખોટો મેસેજ વાઇરલ કરનાર સગીર વિદ્યાર્થી નિકળ્યો

સાબરકાંઠાના વિદ્યાર્થીની ધરપકડ કરતી પોલીસ

ગાંધીનગર તા.23
માધ્યમિક શિક્ષણ બોર્ડની ખોટી અખબારી યાદી ઇન્સ્ટાગ્રામ સોશ્યિલ મીડિયામાં ફરતી કરવા બદલ એક વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થવાની ખોટી અખબારી યાદી બનાવનાર વ્યક્તિ સામે બોર્ડ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે ગાંધીનગર સેક્ટર સાત પોલીસ દ્વારા ખોટા સમાચાર વહેતા કરનાર શખ્સોને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા જેમાં ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ગુનો ઉકેલાયો હતો. આ અંગેની વધુ વિગતો માં નાયબ પોલીસ અધિક્ષક એમ. કે રાણા એ માહિતી આપતા જણાવ્યું હતું કે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 17/5/2020 ના રોજ બહાર પડશે તેવી ખોટી અખબારી યાદી સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ઉપર વહેતી કરવાની ફરિયાદ બોર્ડ દ્વારા કરવામાં આવી હતી જેના પગલે ગાંધીનગર પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સની મદદથી ટીખળ કરનાર એક વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. જોકે આ કૃત્યમાં માં પકડાયેલ સાબરકાંઠાનો વિદ્યાર્થી માઇનોર છે. જેની સામે ગાંધીનગર સેક્ટર સાત પોલીસ દ્વારા આઈપીસી 465 , 466 અને આઇટી એક્ટની કલમ 66 મુજબ તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સગીર વિદ્યાર્થીએ ગુનાની કબુલાત પણ આપી દીધી છે.


Related News

Loading...
Advertisement