આત્મનિર્ભર લોન ‘પ્રમાણિક’ લોકોને જ મળશે: કોને કેટલી રકમ આપવી તે બેન્ક નકકી કરશે: નિતિન પટેલ

23 May 2020 06:00 PM
Ahmedabad Gujarat
  • આત્મનિર્ભર લોન ‘પ્રમાણિક’ લોકોને જ મળશે: કોને કેટલી રકમ આપવી તે બેન્ક નકકી કરશે: નિતિન પટેલ

રાજય સરકારે હવે રાજયના લોકોની ‘પ્રમાણિકતા’ મુદે નવા માપદંડ નિશ્ચીત કર્યા : રાજયના લોકોમાં ‘આશા’ જગાવ્યા બાદ હાથ ઉંચા કરી દેવાનો સંકેત: બેન્કોને તેના પૈસાની ચિંતા હોય: નાયબ મુખ્યમંત્રી

ગાંધીનગર તા.23
રાજય સરકારે જાહેર કરેલી આત્મ નિર્ભર ગુજરાત 1 લાખની સહાય યોજનામાં બે પરિચિત વ્યક્તિના જામીન ફરજીયાત લેવામાં આવશે . સાથે સાથે આ લોન તારણ વિના ની એટલે કે ગીરો વીનાની લોન છે . અને ઓળખાણ વિના લોન નહિ જ મળે તેવું નિવેદન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યું છે.
તો બીજી તરફ સહકારી બેંકોના 9 હજાર થી વધુ શાખા ઉપર લાંબી લાંબી લાઈનો લાગી ગઈ છે. જોકે નીતિન ભાઈ પટેલે 1 લાખની સહાય મામલે સ્પષ્ટતા કરી છે. કે લોન લેનાર લાભાર્થી એ બેંકોના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે. અને બેંકો તેમની મરજી મુજબ લોન આપશે કારણકે સહકારી બેંકો નું પોતાનું ભંડોળ હોવાથી તે સ્વતંત્ર નિર્ણય કરી શકે છે.
અત્રે નોંધનીય છે કે રાજય સરકાર દ્વારા લોકડાઉન ના ચોથા તબક્કામાં નાના વહેપારીઓ ને આર્થિક મદદરૂપ થવા 1 લાખ રૂપિયાની લોન સહાય આપવાની જાહેરાત તો સરકારે કરી દીધી છે. પરંતુ હજુ પણ કેટલીક બેંકોમાં લોન લેનાર લાભાર્થી ઓ માટે કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નહીં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
તો બીજી તરફ રાજ્યના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જાહેરાત થી એવી સ્પષ્ટતા કરી છે કે રાજય સરકારે જાહેર કરેલી લોન યોજનામાં સહકારી બેંકો અને ક્રેડિટ સોસાયટી ઓ પોતાના સ્વંભંડોળ માંથી આપવાની હોવાથી ધિરાણ મેળવનાર વ્યક્તિની ક્ષમતા ચકાસી યોગ્ય લાગે તેવા જ વ્યક્તિને લોન મળી રહેશે. અને આ સહાય અંગેની કામગીરી જેતે બેન્કોએ જ કરવાની સ્પષ્ટતા કરી દેતાં લાભાર્થી ઓ હાલ અસમંજસ સ્થિતિ માં છે. જોકે નીતિન ભાઈ પટેલે જણાવ્યું હતું કે આત્મનિર્ભર યોજના લોન બધાને નહી મળે બેંકને બે જામીન તો ફરજીયાત આપવાજ પડશે. કારણ કે સહકારી બેંકને પણ પોતના પૈસાની ચિંતા હોય. એટલું જ નહીં આ લોન લેનાર લાભાર્થી એ કોઇપણ પ્રકાર નું તારણ કોઈએ આપવાનુ નથી જયારે વધારાનું વ્યાજ પણ રાજય સરકાર ચૂકવશે અને એટલે જ ગુજરાત સરકારે આ ઉદાર યોજના દાખલ કરી છે જેમાં પ્રમાણિક લોકોને જ લોન મળશે તેવું નિવેદન કર્યું છે.
આ ઉપરાંત lockdown  માં આપેલી છૂટ છાટ અને ભીડભાડવાળા દ્રશ્યો અંગે નિતિન પટેલે સ્વીકાર કર્યો હતો કે લોકો અત્યારે માનસિક રાહત અનુભવે છે. ત્યારે લોકોને છુટા થવાનો આનંદ છે.પરંતુ સામે મોટો ખતરો પણ છે. અને એટલે જ છુટછાટ આપ્યા બાદ સરકારની પણ પરીક્ષા હોવાનો દાવો કર્યો છે.
એવી ચેતવણી પણ ઉચ્ચારી હતી કે રાજ્યમાં આપેલી છુટછાટ શરતી છે. નિયમોનો ભંગ જણાશે અથવા કોઈ જગ્યાએ અતીરેક થશે તો તરત એ વિસ્તારમાં સરકાર સખ્તાઈથી લોક ડાઉન લગાવશે એવી સ્પષ્ટતા કરી છે.


Related News

Loading...
Advertisement