કેડીલા ફાર્માસ્યુટીકલ્સના ત્રણ કર્મચારીઓના કોરોનાથી મોત

23 May 2020 05:07 PM
Ahmedabad Gujarat
  • કેડીલા ફાર્માસ્યુટીકલ્સના ત્રણ કર્મચારીઓના કોરોનાથી મોત

26 જેટલા કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવતા કંપનીનું યુનિટ શટડાઉન થયું હતું

અમદાવાદ તા.23
જાણીતી કંપની કેડીલા ફાર્માસ્યુટીકલ્સ પ્રાઈવેટ લિમિટેડનાં ધોળકા ખાતે મેન્યુફેકચરીંગ યુનિટ ખાતે 26 જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમીત બન્યા હતા તે પૈકી 3 કર્મચારીના મોત થયા છે.
કંપનીના અમદાવાદ ખાતેના પ્રવકતાએ જણાવ્યું હતું કે અમે ત્રણ કર્મચારીને ગુમાવ્યા છે, અમે તેમના પરિવારને જરૂરી મદદ કરવા માટે તેમના સંપર્કમાં છીએ. જે કર્મચારીઓએ જીવ ગુમાવ્યા છે તેમાં એક પેકેજીંગ વિભાગનો, એક પ્રોડકશન વિભાગનો હતો. જયારે એક 59 વર્ષીય કર્મચારી હતો જે ડાયાબીટીક હતા.
ઉલ્લેખનીય છે કે કેડીલા ફાર્માસ્યુટીકલ્સ કંપનીના ધોળકા ખાતેના યુનિટમાં 1200 થી 1600 જેટલા કામદારો કામ કરે છે. જયારે 26 કર્મચારીઓ કોરોના પોઝીટીવ આવતા યુનિટ શટડાઉન કરવામાં આવ્યું હતું.


Related News

Loading...
Advertisement