કોરોનાએ વેપારધંધાને મોટો ફટકો માર્યો: યાર્ન-ગાર્મેન્ટની નિકાસ એપ્રિલમાં 91% ઘટી

23 May 2020 04:49 PM
Ahmedabad Gujarat
  • કોરોનાએ વેપારધંધાને મોટો ફટકો માર્યો: યાર્ન-ગાર્મેન્ટની નિકાસ એપ્રિલમાં 91% ઘટી

મહામારી પહેલાં પણ નિકાસ ધીમી પડી હતી, હવે કોફિનમાં આખરી ખીલો

અમદાવાદ તા.23
કોટન યાર્ન અને રેડીમેઈડ ગાર્મેન્ટની ભારતમાંથી નિકાસને એપ્રિલમાં કોરોના મહામારીને કારણે સરહદો બંધ કરાતાં મોટો ફટકો લાગ્યો છે. રેટિંગ એજન્સી ક્રિસીલે જણાવ્યું હતું કે સમગ્રતયા ભારતની યાર્ન નિકાસ એપ્રિલમાં 80-90% ઘટી ગઈ હતી, અને ઉતાવળે બેઠી નહીં થાય. આથ અમે ધારીએ છીએ કે ગત નાણાકીય વર્ષની સરખામણીએ નિકાસ 35-40% ઘટી શકે છે.

વિયેતનામ સાથેની સ્પર્ધા, ચીને સ્ટોક ખાલી કરતાં અને મુક્ત વેપાર સમજુતીના ટેકાના અભાવે મહામારી આવી એ પહેલાંથી જ કોટન યાર્ન અને ટેકસટાઈલ નિકાસ ઘટી ગઈ હતી.

યાર્નની નિકાસો માર્ચમાં પુરા થતાં કવાર્ટરમાં 30% ઘટી ગઈ હતી, કેમકે ચીન અને બાંગ્લાદેશથી આયાત ઘટી હતી. ઓલ ગુજરાત સ્પિનર્સ એસોસીએશનના ચેરમેનના જણાવ્યા મુજબ એપ્રિલમાં લોકડાઉનનાં કારણે ગુજરાતમાંથી માંડ 10% કોટન યાર્નની નિકાસ થઈ હતી. મોટાભાગની ચીન થઈ હતી, પરંતુ કોરોનાની મહામારીના કારણે ડિમાન્ડ નોંધપાત્ર ઘટી હતી.

એસોસીએશનના ચેરમેન ભરત બોખરાએ જણાવ્યું હતું કે કેટલાય ઓર્ડર રદ થતાં અથવા મુલત્વી રહેલા યુરોપ અને લેટીન અમેરિકાની માંગને પણ ફટકો પડયો હતો.
એવી જ રીતે ગાર્મેન્ટ નિકાસ પણ માર્ચ કવાર્ટરમાં 16% ઘટી હતી અને એપ્રિલમાં આ ઘટાડો 91% જેટલો થઈ ગયો હતો.

ભારતના રેડીમેડ ગાર્મેન્ટની નિકાસમાં અમેરિકા અને યુરોપીય સંઘનો ફાળો 64% છે, આ બન્ને વિસ્તારો મંદીનો સામનો કરી રહ્યા છે.


Related News

Loading...
Advertisement