‘સૌની’ યોજનાથી 25 જળાશયો, 120 તળાવો તથા 400 ચેકડેમ ભરાશે: સરકારનો નિર્ણય

23 May 2020 04:30 PM
Ahmedabad Gujarat
  • ‘સૌની’ યોજનાથી 25 જળાશયો, 120 તળાવો તથા 400 ચેકડેમ ભરાશે: સરકારનો નિર્ણય

પાણી સંકટ રોકવા ત્રણ તબકકામાં કામગીરી કરાશે: અશ્ચીનીકુમાર : રાજયમાં 3 લાખ ઉદ્યોગો ધમધમતા થઈ ગયા; 25 લાખ મજુરો કામે ચડયા; વિજવપરાશ 82 ટકાએ પહોંચ્યો

ગાંધીનગર તા.23
રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય નહીં તે માટે સૌની યોજના હેઠળ આવતા 25 થી વધુ જળાશયો 120થી વધુ તળાવો અને 400 થી વધુ ચેકડેમો લીંક કરીને ભરવાનો નિર્ણય વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવે છે આ અંગેની વિગતો આપતા અગ્ર સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે ગુજરાતની જીવાદોરી સમાન સૌની યોજના ભારત સૌરાષ્ટ્રના છેવાડાના માનવી સુધી પીવાનું પાણી પહોંચે તે માટે વિજયભાઈ રૂપાણીએ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં જળાશયો તળાવો અને ચેકડેમો ભરવાનો નિર્ણય કરે છે.

આ કામગીરી 4 હજાર મિલિયન ઘન ફૂટ પાણીને લિફ્ટ કરીને ભરવામાં આવશે અને આ કામગીરી ત્રણ તબક્કામાં થશે આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના આ નિર્ણયથી લિફ્ટ કરીને જળાશયો તળાવો અને ચેકડેમો મા ભરાયેલા પાણી ઢોરઢાંખર ને પણ ઉપયોગી થશે અને આવનાર દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય નહીં તે માટે આ નિર્ણય કરવામાં આવે છે આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે સૌની યોજના હેઠળ આ પાણી ચાર લિન્ક થી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં મોરબી મચ્છુ 2 ડેમ થી જામનગર જિલ્લાના ઉંડ ડેમની લિંક મારફતે રાજકોટ અને મોરબી જિલ્લાના ચેકડેમો જળાશયો અને તળાવો ભરવા ની કામગીરી ગઈકાલથી શરૂ કરી દેવામાં આવી છે અને બાકીની ત્રણ લિંકથી પાણી ભરવાની કામગીરી તબક્કાવાર કરવામાં આવશે.

આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર ઔદ્યોગિક એકમો સહિત અન્ય જે છૂટછાટો આપવામાં આવી છે તેની વિગતો પણ આપી હતી આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ગત 19 મેથી ઔધોગિક એકમોને છૂટછાટ આપી છે જેના કારણે રાજ્યમાં 3 લાખથી વધુ આ ઉદ્યોગ એકમો શરૂ થઈ ચૂક્યા છે જેમાં 25 લાખથી વધુ મજૂરો અને કારીગરો કામ ઉપર આવી રહ્યા હોવાનો દાવો કર્યો હતો.

સરકારના આ નિર્ણય બાદ જે ઉદ્યોગ એકમો શરૂ થયા જેના કારણે સમગ્ર રાજ્યમાં 7500 મેગાવોટ વીજ વપરાશ પહોંચી ગયો છે એટલે કે સામાન્ય સંજોગો કરતાં 82% વીજ વપરાશ ઔદ્યોગિક એકમોમાં થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે એટલે કે ઉદ્યોગ ક્ષેત્રમાં પણ ગુજરાતમાં ગતિવિધિઓ ચાલુ થઈ ગઈ હોવાનો દાવો કર્યો હતો અને આગામી દિવસોમાં સમગ્ર ગુજરાત ખૂબ જ ઝડપથી ધમધમતી થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો આ ઉપરાંત મહાનગરપાલિકા નગરપાલિકા વિસ્તારોમાં સરકારી કામો અંગેની વિગતો માં તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અપાયેલી છે કે સાત બાદ અલગ-અલગ વિકાસના કામો શરૂ થઇ ચુક્યા છે.

જેમાં ખાસ કરીને પ્રધાન આવાસ યોજના હેઠળ મકાનો બનાવવામાં આવી રહ્યા છે જ્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડ ના મકાનો પણ નિર્માણ કરવામાં આવી રહી છે આમ ગુજરાતમાં હાલની સ્થિતિએ કુલ 834 કામ શરૂ થઇ ચૂકયા કે જ્યારે 8 મહાનગરપાલિકા અને 162 નગરપાલિકા વિસ્તારોમાં અલગ-અલગ વિકાસના કામો શરૂ થવાના કારણે 25855 શ્રમિકોને રોજીરોટી મળી રહી હોવાનો સ્વીકાર કર્યો હતો જોકે શહેરી વિસ્તાર અને મહા નગરપાલિકા વિસ્તારોમાં ખાસ કરીને પ્રાઇવેટ ક્નસ્ટ્રકશને મંજૂરી આપવામાં આવી છે જેમાં અલગ-અલગ 264 જેટલા પ્રોજેકટો ચાલી રહયા છે જેમાં 21 હજારથી વધુ કામદારો શ્રમિકો કામ કરતા હોવાનો સ્વીકાર કરે છે.


Related News

Loading...
Advertisement