તો ગુજરાતમાં 70 ટકા લોકો કોરોના પોઝીટીવ જાહેર થશે: હાઈકોર્ટમાં સરકારનો ધડાકો

23 May 2020 04:04 PM
Ahmedabad Gujarat
  • તો ગુજરાતમાં 70 ટકા લોકો કોરોના પોઝીટીવ જાહેર થશે: હાઈકોર્ટમાં સરકારનો ધડાકો

રાજયમાં ટેસ્ટ વધારવા મુદે રાજય સરકારના એડવોકેટે ઓછા ટેસ્ટ જ સારા હોવાનું જણાવ્યું: નહી તો લોકો ડરી જશે

અમદાવાદ તા.23
ગુજરાતમાં કોવિડ 19 કેસો રોજબરોજ વધી રહ્યા છે તત્યારે ટેસ્ટની સંખ્યા સરકાર ઘટાડી રહી છે એ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ હતી. અરજીની સુનાવણી દરમ્યાન એડવોકેટ જનરલે દલીલમાં ધડાકો કર્યો હતો કે અમદાવાદમાં દરેકના કોરોનાના ટેસ્ટ કરવામાં આવે તો 70% લોકો કોરોના પોઝીટીવ નીકળશે, જેથી શહેરીજનો ડરી જશે. આથી ટેસ્ટ ઓછા થાય તે બરાબર છે.

કોવિડ 19ના અસિમ્પ્ટોમેટીક અર્થાત લક્ષણો દેખાતા ન હોય તેવા દર્દીઓને ફરી ટેસ્ટ કર્યા વિના જલ્દી ડિસ્ચાર્જ કરવા અને ઘટેલા ટેસ્ટીંગ બાબતે ગઈકાલે જાહેર હિતની એક અરજીની સુનાવણી હાઈકોર્ટમાં થઈ હતી.

અરજદારે નવી ડિસ્ચાર્જ નીતિ અને ગુજરાતમાં ઘટેલી ટેસ્ટની સંખ્યા સામે વાંધો ઉઠાવ્યો હતો. આ મામલે વકીલ દેસાઈએ વધુ ટેસ્ટ અને પોઝીટીવ આવેલા દર્દીઓના પરિવારનો પણ ટેસ્ટ કરવા પર ભાર મુકયો હતો. સરકારી વકીલ ત્રિવેદીએ એ સામે વાંધો ઉઠાવી જણાવ્યું હતું કે જો વધુ ટેસ્ટ કરવામાં આવશે તો અમદાવાદનાં 70% લોકો પોઝીટીવ નીકળશે.

આ કારણે નાગરિકોમાં માનસિક ભય પેદા થશે. આ દલીલ સામે અરજદારના બીલ દેસાઈએ ટકોર કરી હતી કે આ બાબતની સરકારને શા માટે ફર્ક પડવો જોઈએ. તેમણે જણાવ્યું હતું કે સરકારે વધુ તૈયારી સામે સ્થિતિનો સામનો કરવો જોઈએ. આપણે હોસ્પિટલોમાં જગ્યા મેળવવા માટે લડી રહ્યા છીએ. અનિષ દેસાઈએ મહારાષ્ટ્રે ખાનગી હોસ્પિટલોના 80% બેડ હસ્તગત કર્યા હોવાનું જણાવી દાવો કર્યો હતો કે આવી હોસ્પિટલોએ એપેડેમીકને લગતા સરકારી નિયમો પાળવાનો ઈન્કાર કરી દીધો હતો.


Related News

Loading...
Advertisement