આત્મ નિર્ભર યોજના પણ સરકાર માટે મુશ્કેલી લાવે છે

23 May 2020 04:02 PM
Ahmedabad Gujarat
  • આત્મ નિર્ભર યોજના પણ સરકાર માટે મુશ્કેલી લાવે છે

ગુજરાતમાં એક સારા હેતુથી આત્મ નિર્ભય સહાય યોજના ચાલુ થઇ પરંતુ તે હજુ એક ફોર્મ ભરાયું નથી ત્યાં જ વિવાદમાં ફસાઈ છે. આ યોજનામાં સૌપ્રથમ તો તમામ બેન્કોએ જોડાવાનો ઇન્કાર કરી દીધો છે.કારણ કે, યોજનામાં જો એનપીએ થાય તો સરકાર વ્યાજ સબસિડી પણ નહીં આપે તે શરત છે અને બેન્કોને એક તો આઠ ટકાના દરે ધિરાણ કરવું એ પોષાય તેમ નથી અને સરકારના દબાણ હેઠળ કરે અને એનપીએ થઇ જાય તો તેને મુદલના પણ સાંસા થઇ પડે અને બેન્કનું અસ્તિત્વ જોખમમાં આવી જાય.આમેય ગુજરાતમાં સહકારી બેન્કોનું એનપીએ એ ભરેલા નાળિયેર જેવું છે અને તે જો કોક વખત ફૂટશે તો ખોરું ટોપરુ ન નીકળે તેની ચિંતા છે તેમાં આ વધારાનો બોજો ઉપાડવા બેન્કો તૈયાર નથી. ચાર-પાંચ નાગરિક બેન્કો જે ભાજપના સંચાલનમાં છે અને થોડીક ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેન્કો કે જેના પર ભાજપના એક વરિષ્ઠ નેતાના ખાસ ગણાતા વ્યક્તિનું વર્ચસ્વ છે તેને આ યોજનામાં સામેલ થવા માટે કહી દેવાયું છે. નાની સહકારી મંડળીઓ તો અમને માફ કરો તેવું સરકારને કહી દીધું છે છતાં પણયોજના જાહેર થઇ અને હજુ ટેકનિકલ મુદ્દામાં કોઇ આખરી વાત આવી નથી ત્યાં જ ફોર્મ વિતરણ ચાલુ કરી દેવાયું તેમાં ગાંધીનગરથી મળેલી સૂચના કારણ છે કે હમણા ફોર્મ તો આપવા મંડો..પછી જોયું જશે. ગઇકાલે ગુજરાત સરકારે એક એડ આપીને સહકારી ક્ષેત્રના ગળામાં પહેલો ગાળિયો તો નાખી દીધો છે હજુ આગળ જતાં વધુ ગાળિયા આવશે.


Related News

Loading...
Advertisement