અમદાવાદમાં કોરોના કેસ-મૃત્યુ તથા ડિસ્ચાર્જમાં હવે 5 મે બેઝ ડેઇટ : પૂછો શા માટે

23 May 2020 04:02 PM
Ahmedabad Gujarat
  • અમદાવાદમાં કોરોના કેસ-મૃત્યુ તથા ડિસ્ચાર્જમાં હવે 5 મે બેઝ ડેઇટ : પૂછો શા માટે

અમદાવાદમાં હવે કોરોનાના કેસોનું જ્યારે જ્યારે પણ ખાસ રિપોર્ટીંગ એડીશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તા કરે છે ત્યારે તેઓ વર્તમાન સ્થિતિને વધુ સારી ગણવા પર કે અમદાવાદમાં ડિસ્ચાર્જ રેટ વધ્યો છે. ટેસ્ટીંગ વધુ થાય છે આ તમામ સાબિતી માટે તા. 5 મેની સ્થિતિને એક પાયા તરીકે ગણાવે છે. અમદાવાદમાં 5 મેના રોજ કોરોનાનો પ્રારંભ થયો તેવું નથી વાસ્તવમાં માર્ચ માસમાં જ કોરોના આવી ગયો હતો. પરંતુ 5 મે એટલે અગત્યની છે કે તે દિવસે અમદાવાદ મ્યુનિ. કમિશનર વિજય નહેરા સેલ્ફ કવોરેન્ટાઈન થયા હતા અને ત્યારબાદ રાજીવ ગુપ્તાએ અમદાવાદનો ચાર્જ સંભાળ્યો હતો અને તેથી નહેરાકાળ કરતાં ગુપ્તાકાળનો રેકોર્ડ સારો છે તે બતાવવા માટે જ 5 મેની તારીખ મહત્વની બની ગઇ છે.રસપ્રદ બાબત એ છે કે અમદાવાદીઓ કોરોના વચ્ચે પણ વિજય નહેરાને ભૂલતા નથી અને તેના કાર્યકાળને યાદ કરે છે અને રાજ્ય સરકારને કે તેમના પ્રતિનિધિઓને તે સતત ખૂંચે છે.


Related News

Loading...
Advertisement