વેન્ટીલેટર મુદ્દો કોણ જીવતો રાખવા માગે છે ?

23 May 2020 04:00 PM
Ahmedabad Gujarat Rajkot
  • વેન્ટીલેટર મુદ્દો કોણ જીવતો રાખવા માગે છે ?

રાજકોટમાં નિર્મિત ધમણ-1 વેન્ટીલેટરએ ગુજરાત સરકારના શ્વાસ અધ્ધર કરી દીધા છે તે તો વાસ્તવિકતા છે અને સરકારે અનેક સ્પષ્ટતાઓથી આ વિવાદને પૂરો કરવા કોશિષ કરી પણ એક યા બીજી રીતે સતત ચર્ચામાં રહે છે. ગઇકાલે જ અમદાવાદમાં અને ખાસ કરીને સિવિલમાં કોરોના દર્દીઓના જે રીતે મૃત્યુ થઇ રહ્યા છે તે માટે વેન્ટીલેટરનો અભાવ કારણ છે તેવું સિવિલમાં ઓફીસર ઓન સ્પેશ્યલ ડ્યુટી તરીકે નિયુક્ત થયેલા પૂર્વ અધિકારી પ્રભાકરનએ તારણ આપ્યું હતું. તેમણે કહ્યું કે વેન્ટીલેટરના અભાવે દર્દીઓ મૃત્યુ પામે છે તે વાસ્તવિકતા છે. વાસ્તવમાં આ મુદ્દો ચગાવવા માટે જ તૈયાર હતો. અગાઉ પણ તેઓએ જ રાજ્ય સરકારને પત્ર લખીને ધમણ-1 વેન્ટીલેટર ફલોપ ગયા છે તેવું જણાવ્યું હતું. આ પત્ર આરોગ્ય વિભાગના સચિવને મોકલાયો હતો પરંતુ મીડિયા સુધી પહોંચી ગયો તેમાં પણ કોની ભૂમિકા હતી તે ચર્ચાઈ રહ્યું છે અને કદાચ નહેરાની વિદાયમાં આ પણ એક કારણ હોઇ શકે. ચર્ચા મુજબ આરોગ્ય મંત્રાલય અને સીએમઓ વચ્ચે કોરોના હેન્ડલ કરવાની પધ્ધતિમાં મતભેદ છે. અને તેના કારણે આ તમામ વિવાદો ચગતા રહે છે.


Related News

Loading...
Advertisement