ગુજરાતમાં લોકડાઉનએ પ્રેસ કોન્ફરન્સ અને દંડ ઉઘરાવવાનું પર્વ બની ગયું

23 May 2020 03:56 PM
Ahmedabad Gujarat
  • ગુજરાતમાં લોકડાઉનએ પ્રેસ કોન્ફરન્સ અને દંડ ઉઘરાવવાનું પર્વ બની ગયું

ગુજરાતમાં લોકડાઉનએ પત્રકાર પરિષદોનું પર્વ બની ગયું હોય તેવું જણાતું હતું. રોજ આરોગ્ય સચિવથી લઇ મુખ્યમંત્રીના અગ્રસચિવ અને ગુજરાતના પોલીસ વડાથી અમદાવાદના પોલીસ કમિશનર પત્રકાર પરિષદ ભરીને ક્રિકેટના સ્કોરની જેમ અપડેટ કરતા હતા. જો કે ટીકા એવી પણ થઇ કે, પોલીસ વડા રાજ્યમાં કેટલા વાહનો ડીટેઇન થયા કે ક્વોરેન્ટાઈન ભંગના કેટલા કેસ થયા તે રોજેરોજ આંકડા કાઢે તે કેટલું વ્યાજબી કહી શકાય. સરકાર એક પ્રેસ યાદી મારફત પણ આવું કહી શકતી હતી. બીજી તરફ પોલીસ વડા રોજ લોકડાઉનના ભંગની નવી-નવી ચેતવણીઓ આપતા હતા પરંતુ ગ્રાઉન્ડ સીચ્યુએશન અલગ હતી. સરકારે લોકડાઉનને દંડ ઉઘરાવવાના પર્વ તરીકે પણ મનાવી લીધું હોય તેવી સ્થિતિ હતી અને તે રીતે જૂના દંડ પણ વસૂલવા લાગી હતી તો મુખ્યમંત્રીના અગ્રસચિવ કોઇ જાહેરાત તો તે પોલીસી લેવલની મેટર હોય તેવું નિશ્ર્ચિત થાય પણ ધીમે ધીમે રોજ કેટલી શ્રમિક ટ્રેન રવાના થઇ, રોજ કેટલા ઘઉં-ચોખા અપાયા તેવું જાહેરાત કરે તે પણ આશ્ર્ચર્ય બની ગયું છે. સરકારે જો ેક કોરોનાના કેસ વધ્યા તેમ આરોગ્ય વિભાગની પત્રકાર પરિષદ ટૂંકી કરતા ગયા. અંતે અમદાવાદમાં નહેરાની હાઈપ્રોફાઈલ પત્રકાર પરિષદથી જે હાઉ ઉભો થયો તેનાથી સરકાર પણ ડરી અને નહેરાને જવું પડ્યું તો હવે તેના સ્થાને આવેલા એડીશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તા સાંજે ગમે ત્યારે ટીવી પર આવી જાય છે. આમ પ્રેસ કોન્ફરન્સ ઉત્સવ ચાલુ જ છે.


Related News

Loading...
Advertisement