પોલીસના જવાનો માટે રાહતરૂપ નિર્ણય પણ ફક્ત અમદાવાદને લાગુ

23 May 2020 03:55 PM
Ahmedabad
  • પોલીસના જવાનો માટે રાહતરૂપ નિર્ણય પણ ફક્ત અમદાવાદને લાગુ

રાજ્યમાં કોરોના સામેના જંગમાં પોલીસ કર્મચારીઓ પણ રાત-દિવસ અને ખાસ કરીને તડકામાં તેમની ફરજ બજાવે છે. લોકો સાથે શક્ય તેટલા માયાળુપૂર્ણ રહીને કામ પણ કરે છે જો કે તેમને દંડના ટાર્ગેટ આપ્યા છે એટલે સાંજ પડ્યે લોકો પર કડકાઈ કરવી પડે તે પણ નિશ્ર્ચિત છે.
જો દંડ ન કરે તો તેઓ ડ્યુટી ન કરતા હોય તેવું પણ માનવામાં આવે છે. પરપ્રાંતિય મજૂરોની સાથે પણ તેઓએ શક્ય ત્યાં સુધી સારી રીતે કામ કર્યું છે. પરંતુ તબીબો બાદ કોરોનાના સંક્રમણનો સૌથી વધુ શિકાર પોલીસ જવાનો બન્યા છે અને તેથી જ અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ જે રીતે સરકારી હોસ્પિટલમાં પોલીસ જવાનોની યોગ્ય સારવાર લેવાતી નથી તેવું અનેક વખત અનુભવ્યા બાદ હવે જે કોઇ પોલીસ કોરોના સંક્રમીત થાય તો તેને અમદાવાદની આધુનિક સેલ્બી હોસ્પિટલમાં સારવાર આપવાની વ્યવસ્થા કરી છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 280 પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમણનો શિકાર બન્યા છે અને 91 પોલીસો હાલ એક્ટીવ કેસ તરીકે સારવાર હેઠળ છે. જ્યારે ત્રણ પોલીસ જવાનો કોરોના શહીદ પણ થયા છે. પણ આ વ્યવસ્થા સમગ્ર રાજ્યના પોલીસ કર્મચારીઓ માટે લાગુ થાય તો તે વધુ ઉત્તમ હશે તેવી જવાનોની લાગણી છે.


Loading...
Advertisement