અમદાવાદમાં કોરોનાએ દિશા બદલી ? આર્મી કેન્ટોનમેન્ટ પણ નિશાન બન્યાં

23 May 2020 03:53 PM
Ahmedabad Gujarat
  • અમદાવાદમાં કોરોનાએ દિશા બદલી ? આર્મી કેન્ટોનમેન્ટ પણ નિશાન બન્યાં

સમગ્ર દેશમાં મુંબઈ અને અમદાવાદ બે મહાનગર કોરોનાના કેસ સંક્રમણમાં જબરી ચર્ચા જગાવી રહ્યા છે. પરંતુ અમદાવાદમાં કોરોનાએ દિશા બદલી હોવાનો સંકેત છે. શહેરના હોટસ્પોટ જેવા વિસ્તારમાં પોઝીટીવ કેસ ઘટી રહ્યા છે અને નોન ક્ન્ટેનમેન્ટ વિસ્તારમાં કેસ વધી ગયા છે. અમદાવાદમાં 10 ક્ધટેનમેન્ટમાં મધ્ય ઝોનમાં ગુરુવારે 46 પોઝીટીવ કેસ નોંધાયા જ્યારે બાકીના કેસ શહેરના અન્ય વિસ્તારોમાં 106થી વધુ હતા. દાણીલીમડામાં 4 દિવસથી એકપણ કેસ નથી. જમાલપુરમાં સરેરાશ બેથી પાંચ કેસ નોંધાયા છે, નોન ક્ધટેનમેન્ટમાં ગોમતીપુરમાં 15, બાપુનગરમાં 13, મણીનગરમાં 12, સાબરમતીમાં 11 અને નવા વાડજમાં 10 કેસ નોંધાયા છે તો આર્મી કેન્ટોનમેન્ટમાં પણ કોરોના પહોંચી ગયો છે અને અહીં 8 કેસ નોંધાતા બે લેનને માઈક્રો ક્ધટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવી છે. આ બે લેનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.


Related News

Loading...
Advertisement