અમદાવાદ પોલીસ કતલખાને જતાં 14 અબોલ પશુને બચાવ્યા : બેની ધરપકડ

23 May 2020 02:09 PM
Botad
  • અમદાવાદ  પોલીસ કતલખાને જતાં 14 અબોલ પશુને બચાવ્યા : બેની ધરપકડ

બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયાની બાતમીના આધારે : પોલીસે ટ્રક, મોબાઇલ તથા રોકડ રકમ મળી કુલ 1.46 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

બોટાદ,તા. 23
બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયાને ગૌરક્ષક બાતમીદારે બાતમી આપેલ કે અમદાવાદ-સરખેજ હાજીબાબા ત્રણ રસ્તેતી એક ટ્રકમાં અબોલ પશુને ભરી જુહાપુરા કતલખાને લઇ જાય છે, તેતી બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયાએ તાડબતોબ અમદાવાદના ગૌરક્ષકોને તથા પોલીસને જાણ કરેલ.
પોલીસ અને ગૌરક્ષકો સરખેજ હાજીબાબા ત્રણ રસ્તે વોચમાં હતાં તે દરમ્યાન બાતમી મુજબનો ટ્રક નીકળતા તે ઉભો રખાવી ચેક કરતાં તેમાં અતિ ક્રૂરતાપૂર્વક દોરડેથી બાંધેલી હાલતમાં 14 અબોલ પશુ (પાડરુ) ધ્યાનમાં આવતા ટ્રક ડ્રાઈવર સરફરાજખાન પઠાણ તથા ક્લીનર મોહમદ યુસુફ શેખની ધરપકડ કરી આરોપી પાસેથી ટ્રક તથા મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ 1.46 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બન્ને આરોપી વિરુધ્ધ ગુનો દાખલ કરી આ અબોલ પશુ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા હતા અને આ અબોલ પશુ જુહાપુરામાં કોને આપવાના હતા તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.


Loading...
Advertisement