જૂનાગઢમાં ગાર્બેજનાં નામે કરોડોનું આંધણ !

23 May 2020 12:07 PM
Junagadh Saurashtra
  • જૂનાગઢમાં ગાર્બેજનાં નામે કરોડોનું આંધણ !

રૂા. 7 કરોડનાં ખર્ચ પછી પણ પરિણામ શૂન્ય : ભ્રષ્ટાચારનો આક્ષેપ

જૂનાગઢ,તા. 23
જૂનાગઢ મનપા દ્વારા મોટાપાયે ગાર્બેજ ખર્ચ કરી ભ્રષ્ટાચાર થઇ રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. કરોડો રુપિયાનો ખર્ચ છતાં પરિણામ શૂન્ય છે. વસ્તી અને વિસ્તારનાં પ્રમાણમાં રાજકોટ કરતાં જૂનાગઢમાં ગાર્બેજ ખર્ચ વધ્યું છે. જેથી પ્રજના નાણાનો દુરુપયોગ થતો રોકવા કોંગી નગર સેવકે માંગ કરી છે.

વિસ્તારની દ્રષ્ટિએ જોતા રાજકોટ મહાનગરપાલિકા 104.85 સ્કવેર કિ.મી. છે અને ગાર્બેજ ખર્ચ 14 કરોડ છે. ત્યા ઔદ્યોગિક વિસ્તારો પણ છે. વિસ્તાર અને વસ્તી વદુ છે. જ્યારે જૂનાગઢમાં વસ્તી ઓછી અને વિસ્તાર 57.16 ચો.કિ.મી. વિસ્તાર અને વસ્તી ઓછા હોવા છતાં જૂનાગઢ મનપા દ્વારા ગત વર્ષે 7 કરોડ ગાર્બેજ ખર્ચ પાછળ નાખ્યા હતા અને ચાલુ વર્ષે 8 કરોડની જોગવાઈ છે.

કોંગ્રેસના વોર્ડ નં.4નાં નગરસેવકે જૂનાગઢ મનપાનાં શાસકો દ્વારા મોટાપાયે ગાર્બેજ ખર્ચ કરી ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો છે. આમ કરોડો રુપિયાના ગાર્બેજ ખર્ચ પછી પછી જૂનાગઢની વાસ્તવિક સ્થિતિ શું છે ? રાજકોટને સ્વચ્છ શહેર માટે રેટીંગ પણ મળે છે. જ્યારે જૂનાગઢમાં સ્થિતિ યથાવત છે. જેથી પ્રજાનાં નાણાનો દુરુપયોગ અટકાવવામાં આવે એવી માંગ સાથે કોંગી નગરસેવકે મેયર તથા કમિશનરને રજૂઆત કરી હોવાનું જાણવા મળેલ છે.Related News

Loading...
Advertisement