કોરોનાના ખોફથી હોસ્પિટલે પહોંચતા સ્ટ્રોકના દર્દીઓની સંખ્યામાં 61% ઘટાડો

23 May 2020 11:25 AM
Ahmedabad Gujarat
  • કોરોનાના ખોફથી હોસ્પિટલે પહોંચતા સ્ટ્રોકના દર્દીઓની સંખ્યામાં 61% ઘટાડો

ભારત અને અમેરિકા બન્નેમાં આ મામલે સામ્યતા

અમદાવાદ તા.23
વાયરસના ફેલાવાથી સંક્રમીત લોકોને જ કોવિડ-19ની બીમારી થઈ છે, એવું નથી. ગુજરાત સહિત ભારતમાં 13 સ્ટ્રોક સેન્ટરના અભ્યાસ મુજબ અન્ય બીમારી ધરાવતા લોકોને બીજી રીતે અસર થઈ હતી. એક અભ્યાસમાં જણાયું છે કે સ્ટ્રોક કેસોના રિપોર્ટીંગ 61% ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની અન્નાલ્સ ઓફ ન્યુયોર્ક એકેડેમી ઓફ સાયન્સીસમાં પ્રસિદ્ધ થયેલા અભ્યાસ મુજબ લોકડાઉન પછી સ્ટ્રોક કેસોના સાપ્તાહિક રિપોર્ટીંગમાં 61.22%નો ઘટાડો થયો છે. આ અભ્યાસમાં અમદાવાદની ન્યુરો 1 હોસ્પિટલને પણ આવરી લેવાઈ હતી. આ અભ્યાસના અમદાવાદના ન્યુરોલોજીસ્ટ ડો. સુધીર શાહ અને ડો. અરવિંદ શાહ સહસેવકો છે.

ઈન્ટ્રાવેનસ અભ્યાસમાં જણાવાયું છે કે એન્ડોવાસ્કયુલર પોમ્બોલીસીસ અને પ્રોસીજર કેસોમાં અનુક્રમે 64.76% અને 67.21% ઘટાડો નોંધાયો હતો. કોવિડ 19 ડેમીગ્નેટેડ અને ડેમીંગ્નેટેડ નહીં થયેલી બન્ને હોસ્પિટલોમાં કેસમાં સરખો ઘટાડો થયો હતો.

અભ્યાસમાં કોવિડ 19ની સ્ટ્રોક કેરમાં ભારત અને અમેરિકા વચચ્ચે સમાનતા હોવાની નોંધ લેવાઈ હતી. ડો. શર્માના જણાવ્યા મુજબ કોવિડ-19નો ફેલાવો રોકવા રોકાયેલા કડક પગલાથી ભારતમાં હોસ્પિટલ પહોંચી રહેલા સ્ટ્રોકના દર્દીઓની લોકડાઉનથી વાયરસ કાબુમાં રાખવા અને ચેન તોડવામાં મદદ કરી હતી,પણ એનાથી કેરગિયર્સ સામે સમયસર પરામર્શ કરવામાં દર્દીઓ માટે મુશ્કેલી ઉભી થઈ હતી અને પરિણામે માઈનોર સ્ટ્રોક કેસોનું નિદાન થઈ શકયું નહોતું.

ડો. શર્માએ જણાવ્યું હતું કે અમે અવલોકન કર્યુ હતું કે લક્ષણો શરૂ થયા છતાં કેટલાય દર્દીઓએ અને ફોલોઅપ જરૂરી હોઈ તેવા લોકોએ વિલંબ કર્યો હતો.


Related News

Loading...
Advertisement