1 લાખ હવાઈ ટિકિટ બુક: સોમવારથી દેશના આકાશમાં ફરી ઘરેલુ ઉડાન શરૂ

23 May 2020 11:02 AM
India Travel
  • 1 લાખ હવાઈ ટિકિટ બુક: સોમવારથી દેશના આકાશમાં ફરી ઘરેલુ ઉડાન શરૂ

કોઈપણ વયના સ્વસ્થ વ્યક્તિ વિમાની પ્રવાસ કરી શકશે: આરોગ્ય સેતુ એપ. પણ ફરજીયાત નથી

નવી દિલ્હી: સોમવારથી દેશભરમાં વિમાની સેવાનો પુન: પ્રારંભ થઈ રહ્યો છે તે પુર્વે જ સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કરતા દેશમાં પ્રવાસ કરતા લોકો માટે ‘કોરન્ટાઈન’ નો કોઈ પ્રશ્ન જ નથી અને તે સંપૂર્ણ બિનવ્યવહાર છે તેવું જણાવી એક શંકા દૂર કરી દીધી છે.

કેન્દ્રના નાગરીક ઉડ્ડયન મંત્રી હરદીપસિંઘે એક વાતચીતમાં જણાવ્યું હતું કે જે વ્યક્તિ સ્વસ્થ હોય તે વિમાની પ્રવાસ કરી શકશે. તેમાં ઉમરનું કોઈ બંધન નથી એટલે કે ગમે તે વયના વૃદ્ધ પણ જો તે પ્રાથમીક રીતે સ્વસ્થ જાહેર થાય તો તે વિમાની પ્રવાસ કરી શકશે. ઉપરાંત તેઓએ વિમાની પ્રવાસ માટે આરોગ્ય સેતુ ફરજીયાત નથી.

વિમાની પ્રવાસી જો ઈચ્છે તો આરોગ્ય સેતુ ડાઉનલોડ કરી શકે છે. ભારતમાં લોકડાઉન બાદ હવે આગામી સપ્તાહથી 8216 ડોમેસ્ટીક ફલાઈટ શરૂ કરી રહ્યું છે અને  તેનું બુકીંગ પણ શરૂ થશે. કુલ 1 લાખ ટિકીટ બુક પણ થઈ ગઈ છે. જેમાં 60000 તો ફકત ઈન્ડીગો એકલા જ બુક કરી છે. 57 દિવસ બાદ આમ દેશના આકાશમાં ઘરેલુ વિમાની સેવાની ઉડાન શરૂ થશે.

જેમાં કોરોના સામે સુરક્ષાની મહતમ ચિંતા કરવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી પુરીએ કહ્યું કે હું માનું છું કે વિમાની પ્રવાસથી કોઈ કોરોના સમસ્યા સર્જાશે નહી. લોકો પણ ખુદ ચિંતા કરે છે. એરલાઈન તેના પ્રવાસીઓની અને અમો સમગ્ર દેશની ચિંતા કરીએ છીએ.


Related News

Loading...
Advertisement