રામકૃષ્ણ આશ્રમ દ્વારા 5000 માસ્કનું વિતરણ

22 May 2020 05:37 PM
Rajkot
  • રામકૃષ્ણ આશ્રમ દ્વારા 5000 માસ્કનું વિતરણ

અમદાવાદના કોરોના યોઘ્ધા પોલીસ કર્મીઓને

રાજકોટ તા.22
કોવિડ 19 સામે મહિનાઓથી જીવના જોખમે સતત ફરજ બજાવી રહેલા અમદાવાદના કોરોના વોરીયર્સ પોલીસકર્મીઓને રામકૃષ્ણ આશ્રમ,રાજકોટ દ્વારા 5000 માસ્ક આપવામાં આવ્યા હતા. રામકૃષ્ણ મઠ અમદાવાદના સ્વામી મંત્રેશાનંદે તારીખ 19મી મે ના રોજ અમદાવાદના પોલીસ કમિશ્નર આશિષ ભાટિયા (આઇપીએસ),અધિક પોલીસ કમિશ્નર ક્રાઈમ અજય તોમર (આઇપીએસ), અધિક પોલીસ કમિશ્નર સ્પેશ્યલ બ્રાંચ પ્રેમવીર સિંહ (આઇપીએસ),અધિક પોલીસ કમિશ્નર સેક્ટર 2 નિપુણા તોરવણેને આ માસ્ક સુપ્રત કર્યાં હતા.
ઉલ્લેખનીય છે કે રામકૃષ્ણ આશ્રમ દ્વારા આ પહેલા રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે પણ 1500 માસ્ક અને જરૂરીયાતમંદ વ્યક્તિઓ માટે જીવનજરૂરી કીટ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને આપવામાં આવ્યા હતા. આ સિવાય માર્ચ,એપ્રિલ અને મે મહિનામાં અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં અમદાવાદ, ભુજ, ઉપલેટામાં, અને માંડવીના જરૂરિયાતમંદોને મળીને કુલ 1572 ગરીબ પરિવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.


Loading...
Advertisement