લોધિકાના નગરપીપળીયા દેવડા રોડનું ખાતમુર્હુત કરતા ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા

22 May 2020 05:36 PM
Rajkot
  • લોધિકાના નગરપીપળીયા દેવડા રોડનું ખાતમુર્હુત કરતા ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા

રાજકોટ તા.22
એસઆરની 27 લાખની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ લોધીકા તાલુકાના નગરપીપળીયા દેવડા રસ્તો ઉપયોગી થશે. આ રોડનું ખાતમુર્હુત રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા હસ્તે કરવામાં આવેલ તેમજ નગરપીપળીયા સિવાયના અન્ય ગામો ધૂળીયા દોમડા, ભાયુના દોમડા, નાના સગાડીયા, ઉડખીજડીયા વિગેરે ગામોથી જતાં મુસાફરો તેમજ જીઆઈડીસી, અપડાઉન કરતા મજુરો, કારીગરો તેમજ કારખાનેદારોને ઘણી રાહત થશે.
લોધીકા તાલુકા પંચાયત પ્રમુખ હરીશચંદ્રસિંહ જાડેજા તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ રા.લો.સંઘના વાઈસ ચેરમેન મનસુખભા, સરધારા તથા સરપંચ કમલેશભાઈ સાકરીયા, મનસુખભાઈ તારપરા, રાજુભાઈ વેસ્ટોન દિલીપભાઈ ખુંટ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
લોધીકા તાલુકાના સાંગણવાથી નાની મેગણી રોડ કે જે બે તાલુકાના ગામડાઓ જોડતો રસ્તો છે. નાની મેગણી મોટી મેગણી વાડાધરી જે ભક્તિનું ધામ સંતશ્રી રાજુ બાપુનો આનંદી આશ્રમ આવેલ છે તે પણ ભકતોને દર્શન માટે પણ આ રસ્તો ઉપયોગી થશે. આ રોડનું ખાતમુર્હુત રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા હસ્તે કરવામાં આવેલ તેમજ લોધીકા તાલુકા પંચાયત પ્રમુખ હરીશચંદ્રસિંહ જાડેજા તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા રા.લો.સંઘના વાઈસ ચેરમેન મનસુખભાઈ સરધારા વિગેરે ઉપસ્થિત રહેલ.


Loading...
Advertisement