કાલે શ્રીમદ રાજચંદ્ર સેવાગ્રુપ દ્વારા રકતદાન કેમ્પનું આયોજન

22 May 2020 05:34 PM
Rajkot
  • કાલે શ્રીમદ રાજચંદ્ર સેવાગ્રુપ દ્વારા રકતદાન કેમ્પનું આયોજન

રાજકોટ તા.22
થેલેસેમીયાગ્રસ્ત બાળકો, કેન્સર, કીડનીના દર્દીઓ તેમજ જરૂરીયાતમંદ દર્દીઓને બ્લડ મળી રહે તે હેતુથી આવતીકાલે શનિવારના રોજ અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તેમજ શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપ રાજકોટના સંયુકત ઉપક્રમે, દરજી જ્ઞાતિની વાડી, રાજગઢ ચોક, વિંછીયા, સમય સવારે 9 થી પ કલાક રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. શ્રીમદ રાજચંદ્ર સેવાગ્રુપના વિનય જસાણી, એબીવીપીના શુભાંગભાઇ બચ્છા, ધાર્મિકભાઇ રાઠોડ, પિયુષભાઇ શુકલ તેમજ એબીવીપીની ટીમ સેવા આપશે. તો દરેક રકતદાતાઓને રકતદાન કરવા અપીલ કરેલ છે.


Loading...
Advertisement