વંદે માતરમ ગ્રુપ દ્વારા વોર્ડ નં.18માં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

22 May 2020 05:33 PM
Rajkot
  • વંદે માતરમ ગ્રુપ દ્વારા વોર્ડ નં.18માં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

રાજકોટ શહેર વિધાનસભા 70 વોર્ડ નં.18 ખાતે વંદેમાતરમ ગ્રુપ, રાડો સ્ટીલ અને અરમાન ડેરી ફાર્મના સૌજન્યથી દ્વિતીય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સિવિલ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે તથા થેલેસીમીયા ગ્રસ્ત દર્દી માટે કરવામાં આવેલ. આ કેમ્પ ઓમકાર સ્કુલ, 80 ફૂટ રોડ ખાતે યોજવામાં આવ્યો હતો. આ તકે મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા હાજર રહ્યા હતા.


Loading...
Advertisement