હું પણ કોરોના વોરિયર અભિયાનમાં શહેરીજનોને જોડાવાની અપીલ કરતા ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજ

22 May 2020 05:31 PM
Rajkot
  • હું પણ કોરોના વોરિયર અભિયાનમાં શહેરીજનોને જોડાવાની અપીલ કરતા ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજ

રાજકોટ,તા. 22
વિજયભાઈ રુપાણી દ્વારા એક સપ્તાહ સુધી હું પણ કોરોના વોરિયર અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલ છે. ત્યારે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે અંતમાં આ અભિયાનને આવકરતા જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીના હું પણ કોરોના વોરિયર અભિયાનમાં જોડાઈને ગુજરાતને સુરક્ષીત બનાવવા માટે દ્રઢ સંકલ્પ લે અને કોરોના સામેના આ જંગમાં જોડાઈ સહભાગી બને અને હું પણ કોરોના વોરિયર અભિયાનને સાર્થક કરે.
તેમજ શહેરના વોર્ડ નં. 8માં વૈશાલીનગર અને ટાગોરનગર વિસ્તારમાં ભાજપ દ્વારા પ્રદેશ ભાજપ અગણી નિતીન ભારદ્વાજની ઉપસ્થિતિમાં હોમિયોપેથીક દવા અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે અશ્ર્વિન પાંભર, શુભેન્દુ ગઢવી, શિરીષભાઈ આહીયા, શોભનાબેન સોલંકી, કૃષ્ણસિંહ જાડેજા, બીપીનભાઈ વસા, હસુભાઈ ગણાત્રા, કમલ સચદે, લાલાભાઈ, ધીરુભાઈ સહિતના અગ્રણીઓ જોડાયા હતાં.


Loading...
Advertisement