રાજકોટમાં મનરેગાના શ્રમિકોનો આંકડો 12000ને પાર: રેકોર્ડ બ્રેક રોજગારી મળી

22 May 2020 05:29 PM
Rajkot
  • રાજકોટમાં મનરેગાના શ્રમિકોનો આંકડો 12000ને પાર: રેકોર્ડ બ્રેક રોજગારી મળી

હાલના સંજોગોમાં ગ્રામ્ય શ્રમિકોને રોજગારી મળે અને ગ્રામ્ય અર્થતંત્ર ધબકતું થાય તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી રાજકોટના ચેરમેન અને જિલ્લા વિકાસ અધિકારી તથા નિયામક દ્વારા રાજકોટ જિલ્લાના તમામ તાલુકામાં મનરેગા યોજના હેઠળ કામો શરૂ કરાવવામાં આવેલ છે. રાજકોટ જિલ્લામાં 12000થી વધુ શ્રમિકો મનરેગા યોજનામાં જોડાઈ અને રોજગારી મેળવી રહ્યા છે.
રાજકોટ જિલ્લાના તમામ તાલુકાના બધા ગામોમાં મનરેગા યોજના હેઠળ કામ શરૂ કરી શકાય છે. આ માટે જે કોઈ શ્રમિકોને કામની જરૂરિયાત હોય તેમણે તેમના ગામના સરપંચ તલાટી કમ મંત્રીનો સંપર્ક કરવો. શ્રમિકો તેમના તાલુકાની તાલુકા પંચાયત કચેરીનો અને તાલુકા વિકાસ અધિકારીનો પણ સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત જે કોઈ શ્રમિકોને કામની જરૂરિયાત હોય તેઓ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ફોન નંબર 0281-2474306 ઉપર સવારના 11થી સાંજના 5 દરમિયાન સંપર્ક કરી શકે છે અથવા શ્રમિકો તેમનું નામ, સંપર્ક નંબર, ગામનું નામ અને તાલુકાના નામની વિગત સાથે ફોન નંબર 99043 41558 અથવા 99049 21100 ઉપર વોટસએપ પણ કરી શકે છે.
ગ્રામ્ય વિસ્તારના વધુમાં વધુ શ્રમિકોને હાલના કોરોના મહામારીના સંજોગોમાં ગુજરાન ચલાવવા માટે આજીવિકા મળી રહે તે માટે વધુમાં વધુ શ્રમિકો મનરેગા યોજનામાં જોડાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા દ્વારા જીલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના તમામ ઉપલબ્ધ હોય અને મનરેગા યોજનામાં કામ કરવા માંગણી હોય તો તેવા તમામશ્રમિકોને કામ અપાવવા અનુરોધ કરવામાં આવેલ છે. મનરેગા યોજનાનો લાભ વધુ સમય કોને મળી રહે તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના તમામ અધિકારીઓ નરેશ બોરીચા, વિકેન્દ્ર બસિયા, મિલન કાવઠીયા, મીનાક્ષીબેન કાચા, સરોજબેન મારડીયા, ઋષિત અગ્રાવત, ધવલ પોપટ વિગેરે તમામ અધિકારીઓને તાલુકા ફાળવી ફરજ સોંપવામાં આવેલ છે.


Loading...
Advertisement