રૈયા ચોકડી પાસે ‘તું શેરીમાંથી કેમ નીકળ્યો’ કહી યુવાનને ભરવાડ શખ્સે તલવાર ઝીંકી

22 May 2020 05:18 PM
Rajkot Saurashtra
  • રૈયા ચોકડી પાસે ‘તું શેરીમાંથી કેમ નીકળ્યો’ કહી યુવાનને ભરવાડ શખ્સે તલવાર ઝીંકી

છ વર્ષ અગાઉ પણ માથાકુટ થઇ હતી : ફરિયાદ નોંધવા તજવીજ

રાજકોટ તા.22
રૈયા ચોકડી પાસે નંદનવન સોસાયટીમાં શેરીમાં નીકળવા મામલે યુવાનને પાંચ શખ્સોએ બોલાચાલી કરી તલવાર વડે હૂમલો કરતાં યુવાનને અત્રેની સિવિલમાં ખસેડાયો છે. આ મામલે પોલીસે વધુ તપાસ આદરી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર 150 ફૂટ રીંગ રોડ રૈયા ચોકડી પાસે નંદનવન સોસાયટીમાં રહેતા હાર્દિક મહેન્દ્રભાઇ પંડયા (ઉ.વ.37) નામના યુવાનને લક્ષમણ ભરવાડે કહ્યું તું શેરીમાંથી કેમ નીકળ્યો તેમ કહીને માથાકુટ કરી હતી અને લક્ષમણ ભરવાડ, કાના ભરવાડ, સંજય ભરવાડ, ગગજી ભરવાડ અને ભુપત ભરવાડે માર મારી હાર્દિકને માથામાં તલવારનો ઘા ઝીંકી દીધો હતો. હાર્દિકને મોબાઇલની દુકાન છે. પિતા મહેન્દ્રભાઇ બેંક ઓફ બરોડામાં નોકરી કરે છે. છ વર્ષ પહેલા પણ આરોપીઓ સાથે માથાકુટ થતાં પોલીસ ફરિયાદ થઇ હતી. આ મામલે યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી આદરી છે.


Loading...
Advertisement