ઘરબંધી સમયે અનુરાગ કશ્યપની નોટબંધી પરની ફિલ્મ આવે છે

22 May 2020 05:17 PM
India
  • ઘરબંધી સમયે અનુરાગ કશ્યપની નોટબંધી પરની ફિલ્મ આવે છે

નેટફિલક્સ પર તા. 5 જૂનના ‘ચોકડ’ ફિલ્મ રિલીઝ થશે

મુંબઈ,તા. 22
દેશમાં હાલ લોકડાઉન એટલે કે ઘરબંધી જેવી સ્થિતિ આવી હતી અને તેમાં છૂટકારો મળ્યો છે પરંતુ લોકડાઉન સમયે સરકારે જે રીતે લોકોને શાકભાજીની ખરીદીથી લઇ રેશનીંગના શોપીંગ માટે લાઈનમાં લાવી દીધા હતા તેનાથી નોટબંધી જેવી સ્થિતિ યાદ આવી ગઇ હતી. એકતરફ પ્રવાસી મજૂરો પણ તેમના વતન જવા લાઈનમાં ટ્રેનની ટીકીટ માટે સતત દોડતા રહેતા હતા. ઘરબંધીનો પીરીયડ હજુ પૂરો થયો નથી ત્યાં ફરી એક વખત નોટબંધીની યાદ અપાવવા નિર્માતા નિર્દેશક અનુરાગ કશ્યપ આવી રહ્યા છે.તા.5જૂનના રોજ નેટફિલક્સ પર તેમની એક ફિલ્મ ચોકડ રિલીઝ થઇ રહી છે અને તે નોટબંધી સમયની વ્યથા રજૂ કરે છે. જેનું ટ્રેલર હવે રિલીઝ થયું છે. જેમાં એક મધ્યમવર્ગની મહિલાની કહાની છે જે પોતાના બચતના નાણા ઓચિંતા જ કાગળ થતા જોઇ રહી છે. અનુરાગ કશ્યપે નેટફિલકસમાં અગાઉ સેક્રેડ ગેઇમ: ગોઉલ લસ્ટ સ્ટોરીઝ તથા ઘોસ્ટ સ્ટોરી પણ બનાવી છે પરંતુ હવે તેઓ પ્રથમ વખત પૂર્ણ કક્ષાની ફિલ્મ નેટ ફિલક્સ માટે બનાવી રહ્યા છે.


Loading...
Advertisement