મિશન એકમ્પ્લીસ્ડ : તુર્કી કોરોનામુક્ત જાહેર

22 May 2020 05:16 PM
World
  • મિશન એકમ્પ્લીસ્ડ : તુર્કી કોરોનામુક્ત જાહેર

યુરોપના પ્રવેશદ્વાર ગણાતા તુર્કીએ ખુદને કોરોનામુક્ત જાહેર કરી દીધું છે અને તેનું મિશન પૂરું થયું હોવાનું પણ જણાવ્યું છે. તુર્કીના રાષ્ટ્રપતિ રીસેપ તૈઇપએ જણાવ્યું છે કે દેશમાં કોરોનાના હવે કોઇ નવા કેસ નથી. તુર્કીએ હાફ લોકડાઉન જાહેર કર્યું હતું અને ટ્રીટમેન્ટની એક પ્રોટોકોલ બનાવી હતી. દર્દી કોરોના પોઝીટીવ જાહેર થાય એ તૂર્ત જ એન્ટી વાયરલ ડ્રગ આપવાથી સારવારની શરુઆત થતી હતી. તુર્કીમાં 1,52,587 કન્ફર્મ કેસ હતા જે વિશ્ર્વમાં 9મા નંબરે આવતું હતુ અને 4,222 લોકો માર્યા ગયા હતા પરંતુ હવે તુર્કીએ પોતાનો એકપણ નવો પોઝીટીવ કેસ નહીં હોવાનું જાહેર કર્યું છે.


Loading...
Advertisement