વર્ક ફ્રોમ હોમની જોબ સર્ચ સૌથી વધુ થાય છે

22 May 2020 05:15 PM
India
  • વર્ક ફ્રોમ હોમની જોબ સર્ચ સૌથી વધુ થાય છે

દેશમાં કોરોનાના કારણે અનેક કંપનીઓએ તેના કર્મચારીઓને હાલ તો વર્ક ફ્રોમ હોમ પર મોકલ્યા છે પરંતુ આ કર્મચારીઓને સતત ભય છે કે ગમે ત્યારે તેને છટણીનો મેલ પણ મળી જશે અને આથી ઘરે કામ કરતા સમયે પણ જોબ સર્ચમાં સતત વ્યસ્ત રહે છે. આગામી સમયમાં પણ વર્ક ફ્રોમ હોમ ચાલુ જ રહેશે. ફેબ્રુઆરીથી મે માસના અત્યાર સુધીના ડેટા કહે છે કે જોબ પોર્ટલ પર વર્ક ફ્રોમ હોમની જોબ સર્ચ વધી ગઇ છે. હાલની સ્થિતિમાં કર્મચારીઓ પોતાની નોકરીની છટણી થાય તો પણ ઘરે બેસીને જ નવી જોબ કરી શકાય તે ઇચ્છે છે. સર્ચ રિઝલ્ટ પ્રમાણે વર્ક ફ્રોમ હોમ જોબ સર્ચ 377 ટકા વધી ગયો છે. મોટાભાગના લોકો પોતાના જોબના સ્થળેથી વતનમાં ચાલ્યા ગયા છે અને હવે બેંગ્લોર-મુંબઈ-દિલ્હી જેવા મોટા શહેરોમાં તાત્કાલીક પરત ફરવા માગતા નથી.


Loading...
Advertisement