વિકાસદર-નેગેટીવ રહેવાની લાલબતીથી સેન્સેકસ 300 પોઈન્ટ ગગડયો: નિફટી 9000 ની નીચે

22 May 2020 05:15 PM
India
  • વિકાસદર-નેગેટીવ રહેવાની લાલબતીથી સેન્સેકસ 300 પોઈન્ટ ગગડયો: નિફટી 9000 ની નીચે

રાજકોટ તા.22
મુંબઈ શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યુ હતું. કોરોના લોકડાઉનની આર્થિક થપાટને કારણે વિકાસદર નેગેટીવ રહેવાની રીઝર્વ બેન્કની લાલબતીથી સેન્સેકસમાં 300 પોઈન્ટથી વધુનુ ગાબડુ પડયુ હતું.

શેરબજારમાં આજે પ્રારંભીક કલાકમાં અફડાતફડી હતી. રીઝર્વ બેન્કનાં ગવર્નર શશીકાંત દાસનાં નિવેદન પર નજર હતી. રેપોરેટમાં 0.40 ટકાનો ઘટાડો જાહેર થતા સારી અસર હતી. પરંતુ વિકાસદર નેગેટીવ થવાની તથા મોંઘવારી વિશેનાં વિધાનોની વિપરીત અસર હતી.

શેરબજારમાં મંદી બજારે પણ ઝી એન્ટર, મહિન્દ્ર, સીપ્લા, શ્રીસીમેન્ટ, મારૂતી, ટીસીએસ, હીરો મોટો, હિન્દ લીવર, ઈન્ફોસીસ ઉંચકાયા હતા. એક્ષીસ બેંક, એચડીએફસી, બજાજ ઓટો, બજાજ ફાઈનાન્સ, નેસલો, રીલાયન્સ, પાવરગ્રીડ, એચડીએફસી ટીસ્કો,સ્ટેટ બેંક, બજાજ ઓટો, આઈસીઆઈસીઆઈ બેંક તૂટયા હતા.

મુંબઈ શેરબજારનો સેન્સેકસ 309 પોઈન્ટ ગગડીને 3623 હતો જે ઉંચામાં 31107 તથા નીચામાં 30474 હતો નીફટી 78 પોઈન્ટ ગગડીને 9027 હતો જે ઉંચામાં 9149 તથા નીચામાં 8968 હતો. સોનામાં 500 તથા ચાંદીમાં 350 નો ઉછાળો હતો.


Loading...
Advertisement