વોકલ ફોર લોકલ : ખાદીના માસ્ક અમેરિકા અને યુએઇમાં ફેવરિટ

22 May 2020 05:14 PM
India
  • વોકલ ફોર લોકલ : ખાદીના માસ્ક અમેરિકા અને યુએઇમાં ફેવરિટ

નવીદિલ્હી,તા. 22 :
દેશમાં કોરોના સમયે લોકો એન-95 જેવા માસ્ક શોધતા હતા અને તે માટે ઉંચી કિંમત પણ ચૂકવવા તૈયાર હતા. જેનો ભરપૂર લાભ ઉઠાવાયો અને 95 થી 100 રુપિયાના માસ્ક 500 રુપિયા સુધી વેચાયા પરંતુ હવે ખાદી અને ગ્રામોદ્યોગ કમિશને ખાદીમાંથી બનેલા માસ્ક યુરોપ અને મધ્ય પૂર્વના દેશમાં નિકાસ કરવાનું ચાલુ થયું છે અને તે લોકપ્રિય થવા લાગ્યા છે અને આ માસ્ક છેક અમેરિકા સુધી પહોંચી ગયા છે. પંચના રિપોર્ટના મુજબ તેઓએ પ્રાયોગિક ધોરણે ખાદીના માસ્ક વિદેશ મોકલ્યા હતા જેની ડિમાન્ડ વધી ગઇ છે. ખાદીના માસ્કની ગુણવત્તા શ્રેષ્ઠ છે તે શ્ર્વાસ લેવામાં સાનુકુળ છે અને ધોઇ પણ શકાય છે. ખાદીના માસ્કની નિર્માણ એવી રીતે થયું છે કે અંદર જે કાંઇ ભેજ હોય તે ચૂસી લે છે. ઉનાળા દરમિયાન ખાદીના કપડા સૌથી વધુ સાનુકુળ હોવાનુ માનવામાં આવે છે અને હવે તે વિદેશમાં પણ લોકપ્રિય થયા છે.


Loading...
Advertisement