કોરોનાથી મૃત્યુમાં 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓની સૌથી વધુ સંખ્યા

22 May 2020 05:13 PM
India
  • કોરોનાથી મૃત્યુમાં 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓની સૌથી વધુ સંખ્યા

નવીદિલ્હી,તા. 22
દેશમાં કોરોના વાઈરસથી મૃત્યુ પામનારમાં 50 ટકા દર્દીઓ 60 વર્ષથી કે તેથી ઉપરની ઉંંમરના હતા અને કુલ મૃત્યુમાં 73 ટકા એવા હતા કે જેઓ ફક્ત કોરોના જ નહીં અન્ય બિમારીથી પણ પીડાતા હતા. આમ કોરોના સિવાયની બિમારી એ ભારતીયોમાં કોરોના માટે સરળ શિકાર બની ગયા હતા જેમાં ડાયાબીટીસ, હૃદયરોગ કે હૃદયની કોઇ ખામી અથવા તો કિડનીના કોઇ દર્દ મુખ્ય કારણ હતાં. કોરોનાના કારણે કુલ મૃત્યુ થયા તેમાં 65 ટકા પુરુષો અને 35 ટકા મહિલાઓ હતા.


Loading...
Advertisement