સોનિયાએ બોલાવેલી વિપક્ષી બેઠક્માં સપા-બસપાનો ભાગ લેવાનો ઈન્કાર

22 May 2020 05:12 PM
India
  • સોનિયાએ બોલાવેલી વિપક્ષી બેઠક્માં સપા-બસપાનો ભાગ લેવાનો ઈન્કાર

વિપક્ષોમાં અંદરોઅંદર ફૂટનો સિનારીયો

નવી દિલ્હી તા.22
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ આજે વિપક્ષોની બેઠક બોલાવી છે પણ તેમાં સમાજવાદી અને બહુજન સમાજવાદી પાર્ટીએ ભાગ લેવાનો ઈન્કાર કરતાં રાજનીતીક વિશેષજ્ઞો આ ઘટનાને વિપક્ષોમાં ફૂટ તરીકે જોઈ રહ્યા છે.

બીજી બાજુ એવુ પણ માનવામાં આવે છે કે એસપી અને બીએસપી કોંગ્રેસનું પૂછડુ બની રહેવા નથી માગતા. રાજનીતિક જાણકારો મુજબ રાષ્ટ્રીય સ્તર પર સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનું કોઈ ખાસ અસ્તિત્વ નથી. ઉતર પ્રદેશમાં આ બન્ને પાર્ટી પોતાની ખોયેલી તાકાત મેળવવામાં લાગી છે. આથી રાષ્ટ્રીય સ્તર પર કોંગ્રેસનાં નેતૃત્વમાં કોઈ ફેંસલો લે તો તેને રાજયમાં નુકશાન થઈ શકે છે.


Loading...
Advertisement