‘અપની સબસે કિંમતી ચીજ ખો કર જા રહી હું’ : લોકડાઉનની સૌથી કરુણ કહાની

22 May 2020 05:12 PM
India
  • ‘અપની સબસે કિંમતી ચીજ ખો કર જા રહી હું’ : લોકડાઉનની સૌથી કરુણ કહાની

નવી દિલ્હી,તા. 22
ભારતમાં કોરોનાના કારણે લાખો મજૂરોની હીજરત થઇ અને તેઓ પોતાના વતન પહોંચવા માટે ટ્રેનની ટીકીટ મેળવવાથી લઇ પાણીની એક બોટલ માટે પણ ઝઝૂમ્યા હતા અને તેઓ માટે પરિસ્થિતિ એ હદે ખરાબ હતી કે હજારો મજૂરો રેલવે ટ્રેકના સહારે ચાલતા ગયા અન્યએ હાઈવે પર ચાલવાનું પસંદ કર્યું આ વચ્ચે પંજાબના લુધીયાણાથી પોતાના વતન આવવા રવાના થયેલા 35 વર્ષની સવિતાએ જ્યારે પત્રકારો સમક્ષ પોતાની કહાની વર્ણવતા એ શબ્દો ઉચ્ચાર્યા કે તે પોતાની સૌથી કિંમતી ચીજ ખોઇને જઇ રહ્યા છે. 15 વર્ષથી લુધીયાણામાં પોતાના પતિ સાથે રહેતા અને બે બાળકોના માતા બનેલા સવિતાએ બુધવારે ઉતરપ્રદેશના આઝમગઢ પહોંચવા માટે ટ્રેન પકડી હતી અને આઝમગઢથી 50 કિલોમીટર દૂર પોતાના વતન પહોંચવાના હતા. 15 વર્ષ પહેલા એક નવવધૂ તરીકે તે લુધીયાણામાં તેના પતિ સાથે આવ્યા હતા જે અહીંની એક ફેકટરીમાં કામ કરતા હતા. બે મહિના પહેલાં પંજાબમાં લોકડાઉન જાહેર થયું અને કફર્યુનો અમલ થયો તે બાદ સવિતાના પતિને પોતાની રોજગારી ગુમાવી પડી હતી. તેઓએ પોતાની બચત અને અન્ય લોકોના સહારે બે મહિના જેમ તેમ કાઢી લીધા. તેના બે સંતાનો સાથે અંતે ઘરમાં કાંઇ ભોજન કે ખાવાની ચીજ ન રહેતા 9 મેના રોજસવિતા પતિ અજીતકુમારે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી ત્યારથી સવિતા માટે જીવન અઘરું થઇ પડ્યું અને અંતે તેના આસપાસના લોકોએ ટીકીટના પૈસા કરીને શ્રમજીવી એક્સપ્રેસમાં તેમના માટે બસ બુક કરી દીધી. આ સમયે સવિતાએ વિદાય સમયે જે વાક્ય ઉચ્ચાર્યા કે લોકડાઉનની સૌથી વધુ કરુણ સ્થિતિ બતાવી ગયા. સવિતાએ કહ્યું કે હું મારા જીવનની સૌથી કિંમતી ચીજ આ શહેરમાં ગુમાવીને પરત જઇ રહી છું.


Loading...
Advertisement