કતાર 2022 ફૂટબોલ વર્લ્ડ કપ આયોજન યથાવત રાખશે

22 May 2020 05:11 PM
Sports
  • કતાર 2022 ફૂટબોલ વર્લ્ડ કપ આયોજન યથાવત રાખશે

ખેલકૂદની દુનિયામાં ખાલી સ્ટેડીયમો અને વર્ચ્યુઅલ પ્રેક્ષકો વચ્ચે સ્પર્ધાઓ યોજવાની વિચારણા થઇ છે. પરંતુ કતારમાં 2022નો ફૂટબોલ વર્લ્ડ કપ યોજાવાનો છે. પ્રથમ વખત તે આ રીતે યુરોપ અને અમેરિકા બાદ વર્લ્ડ કપ યોજાશે. 32 દેશોની આ ટુર્નામેન્ટ નવેમ્બર, ડીસેમ્બર-2022માં યોજાવાની છે અને વિશ્ર્વભરમાં તે ફૂટબોલ પ્રેમીઓ આ સ્પર્ધા જોવા આવશે પરંતુ કોરોનાની સ્થિતિ જોતા આ પ્રકારે સ્પર્ધાને યોજી શકાય કે કેમ તે પ્રશ્ર્ન છે પણ કતાર માને છે કે ત્યાં સુધીમાં કોઇ કોરોનાનો ઉકેલ મળી જશે અને અગાઉની જેમ જ સ્પર્ધાઓ અને ભરચક્ક સ્ટેડીયમ એ વાસ્તવિકતા બનશે.


Loading...
Advertisement